Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

કોંગ્રેસ ભાજપના કામને પોતાના કામમાં ખપાવતો પક્ષ બની ગયો : દિલીપભાઇ સંઘાણી

કોંગ્રેસ ભાજપના કામને પોતાના કામમાં ખપાવતો પક્ષ બની ગયો : દિલીપભાઇ સંઘાણી

(અરવિંદ નિર્મળ-દિપક કનૈયા દ્વારા) અમરેલી-બાબરા, તા. ર૩ :  રાષ્‍ટ્રીય સહકારી નેતા ભાજપના દિગ્‍જજ નેતા દિલીપ સંઘાણી બાબરા વિધાનસભા મત ક્ષેત્રના પ્રવાસે પહોંચતા જ કોંગ્રેસના કાંગરા ખરવા લાગ્‍યા છે. ભાજપમાં પ્રવેશેલા આગેવાનોને આવકારતા દિલીપ સંઘાણીએ જણાવ્‍યુ કે ભાજપ રાષ્‍ટ્રવાદ અને વિકાસને વરેલો પક્ષ છે અને તેથી જ લોકોનો વિશ્‍વાસ પણ મેળવશે જ તેનો વિજય વિશ્‍વાસ બાબરા તાલુકાના ગામડા ખુંદતા સંઘાણીએ જણાવેલ. હતું.

દિલીપ સંઘાણીએ વધુમાં જણાવેલ કે, કોઈપણ ક્ષેત્રે કોંગ્રેસે કામ કર્યુ હોય તેવુ તેમના જ નેતા કહી શકતા નથી કોંગ્રેસ માત્ર ને માત્ર અફવાઓ અને ભાજપના કામને પોતાના કામમા ખપવતો પક્ષ બની ગયો છે ત્‍યારે બાબરાના સમજદાર મતદારો કમળને ચુંટી મોકલશે તેનો સ્‍પષ્‍ટ વિશ્‍વાસ વ્‍યકત કરવા સાથે લોકોને ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી.

દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતીમાં કોંગ્રેસના આગેવાનો સર્વશ્રી મનસુખભાઈ પલસાણા-અમરેલી જીલ્લા કોંગે્રસ ઉપપ્રમુખ અને માજી ચેરમન બાબરા માર્કેટયાર્ડ, પુનિતભાઈ પલસાણા, રમેશભાઈ શિયાણી-માજી જીલ્લા પંચાયત સભ્‍ય, જતીનભાઈ ઠેસીયા-સભ્‍ય તા.પં.બાબરા, ચંદુભાઈ નવાપરીયા-સભ્‍ય તા.પં. બાબરા અને અમરાપરા મંડળી કારોબારી સભ્‍ય તેમજ ગળકોટડી કડવા પટેલ વાડીના પ્રમુખ, રમેશભાઈ રાદડીયા-સરપંચ વાવડી, કાળુભાઈ પલસાણા-વાંડળીયા, સાર્દુલભાઈ મેરામભાઈ રાઠોડ, પરશોતમભાઈ પાનસુરીયા-હાથીગઢ, ભરતભાઈ ખુંટ, કાળુભાઈ વેગડ-પીર ખીજડીયા, જીતેન્‍દ્રભાઈ સોલંકી-મહામંત્રી યુવક કોંગ્રેસ સમીતી અમરેલી, મધુભાઈ પોલરા- દરેડ, વિનુભાઈ પલસાણા-દરેડ, અમુભાઈ પલસાણા-દરેડ, મગનભાઈ કાછડીયા- ગળકોટડી, જયેશભાઈ પલસાણા-બરવાળા, મુળજીભાઈ પલસાણા-બરવાળા, હિંમતભાઈ આંસોદરીયા-બરવાળા, ચંદુભાઈ કરવટીયા-બરવાળા, મનીષભાઈ ગજેરા-બરવાળા, કાળુભાઈ પલસાણા-બરવાળા, પ્રવિણભાઈ વેકરીયા-બરવાળા, લલ્લુભાઈ વઘાસીયા-બરવાળા, હરીભાઈ કાછડીયા-બરવાળા, રમેશભાઈ તલસાણીયા-બરવાળા, મુળુભાઈ વઘાસીયા-બરવાળા, ત્રિકમભાઈ તળાવીયા-બરવાળા, પિયુષભાઈ શિયાણી- વાંડળીયા, રાજનભાઈ શિયાણી-વાંડળીયા, હરીભાઈ હિરપરા-વાંડળીયા, રમેશભાઈ ઠેસીયા- વાંડળીયા, મુકેશભાઈ શિયાણી-વાંડળીયા, પારસભાઈ નરેશભાઈ જીયાણી- અમરાપરા, હાર્દિકભાઈ ધીરૂભાઈ જીયાણી-અમરાપરા, પ્રકાશભાઈ સખીયા-વાંડળીયા, મનીષભાઈ વઘાસીયા-વાંડળીયા સહિતના જોડાઈને ભાજપને સફળ બનાવવા અને કોંગ્રેસને જાકારો આપવા જણાવેલ.

  આ તકે સંઘાણી સાથે ગોપાલભાઈ વસ્‍તરપરા, બાવકુંભાઈ ઉંધાડ સહિતના આગેવાનો જોડાયા હતા તેમ એક અખબારી યાદીમાં જણાવાયેલ છે.

(1:40 pm IST)