Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

બાબરાના જામબરવાળામાં પ્રેમ-સંબંધમાં ધોકા વડે માર મારીને ઇજા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ર૩ : બાબરા તાલુકાના જામબરવાળા ગામે મુકેશભાઇ રઘુભાઇ રાઠોડ ઉ.વ.૩પ ના ભાઇ ઘનશ્યામને તેના સાઢુભાઇ વિપુલકાળુભાઇ બારૈયાને પત્ની સાથે આજથી ચારેક વર્ષ પહેલા પ્રેમસંબંધ હોય અને એક વર્ષ પહેલા વિપુલ સાથે લગ્ન થયેલ જે પ્રેમસંબંધની જાણ થતા મનદુઃખ રાખી મુકેશભાઇ મંજુરી કામે ગયેલ વાડીએ આવી વિપુલ તથા તેની સાથેના બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ ધોકા વડે માથામાં મારમારી ઇજા કરી પરિવારમાં લોકોને નાની મોટી ઇજાઓ કર્યાની બાબરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ધારી માર્કેટયાર્ડ પાસે આંબલી શેરી પેટ્રોલપંપ પાસે કિશોરભાઈ હરેશભાઇ ઠાકર ઉ.વ. ર૩ ને મોહીત વાળા રહે. સરસીયા સાથે અગાઉ બોલાચાલી થયેલ જે મનદુઃખ રાખી કિશનભાઈ તથા હરેશભાઇ ઠાકર ઉભા હોય ત્યારે વિવેક કંુભાર સાથ મજુરો બાબતે વાતચીત કરતા હોય ત્યારે મોહીત વચ્ચે બોલતા કિશનભાઇએ ના પાડતા ઉશ્કેરાઈ ગાળો બોલી કમરમાંથી છરી કાઢી ડાબા પગમાં મારી ઇજા કરતા પડી જતા હરેશભાઇ વચ્ચે પડતા ઢીકાપાટુનો માર મારી વિવેક કુભારે ગાળોબોલી ધમકી આપ્યાની ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

(3:31 pm IST)