Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

દ્વારકાધીશ ભગવાનના દર્શને યોગી આદિત્‍યનાથજીઃ દ્વારકામા જાહેરસભા

દ્વારકા-ખંભાળીયાઃ આજે દ્વારકાધીશ ભગવાનના દર્શને ઉતરપ્રદેશના મુખ્‍યમંત્રી અને ભાજપના સ્‍ટાર પ્રચારક યોગી આદિત્‍યનાથજી આવ્‍યા હતા. યોગી આદિત્‍યનાથજીએ દ્વારકાધીશ ભગવાનનું પૂજન-અર્ચન કર્યુ હતું. આ તકે સાંસદ પૂનમબેન માડમ તથા મંદિર પરિવાર દ્વારા યોગી આદિત્‍યનાથજીનું સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. ત્‍યારબાદ યોગી આદિત્‍યનાથજીએ દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેકના સમર્થનમાં જાહેર સભા સંબોધી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ અહેવાલ-વિનુભાઇ સામાણી-દિપેશ સામાણી(દ્વારકા) કૌશલ સવજાણી (ખંભાળીયા)

(3:50 pm IST)