Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

વિધાનસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૨ અન્વયે મતદાનના દિવસે 'જાહેર રજા' રહેશે

જામનગર જિલ્લામાં પ્રથમ તબકકામાં મતદાન થનાર હોય, જેથી મતદાનની તારીખ: ૦૧/૧૨/૨૦૨૨ના રોજ 'જાહેર રજા' જાહેર

જામનગર: વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા થયેલ સૂચના મુજબ રાજયમાં પ્રથમ અને બીજા તબકકામાં મતદાનના દિવસે 'જાહેર રજા' જાહેર કરવામાં આવેલ છે.

ઉકત બાબતે જામનગર જિલ્લામાં પ્રથમ તબકકામાં મતદાન થનાર હોય, જેથી મતદાનની તારીખ: ૦૧/૧૨/૨૦૨૨ના રોજ અત્રેના જિલ્લામાં 'જાહેર રજા' જાહેર કરવામાં આવેલ છે. જેથી જામનગર જિલ્લાના તમામ મતદારોને તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ અચૂક મતદાન કરવા જામનગર જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, જામનગર દ્વારા અનુરોધ કરાયો છે.

(6:46 pm IST)