Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

શનિવારે ભૂપેન્દ્રભાઇ પટેલ કચ્છના લખપતના ગુરુદ્વારના દર્શને : પ્રકારપર્વ પ્રસંગ નરેન્દ્રભાઇ વર્ર્ચ્યુઅલી જોડાશે

મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પ્રકાશપર્વ પ્રસંગે ધાર્મિક કીર્તન કાર્યક્રમમાં ભાગ લેશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૩:  ગત અઠવાડિયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કચ્છ આવશે એવી અટકળો વચ્ચે કાર્યક્રમ મુલતવી રહ્યા બાદ હવે પરમ દિ' શનિવારે કચ્છ આવે તેવા સમાચાર છે.

મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંદ્યવી કચ્છના લખપત મધ્યે આવેલ ગુરુદ્વારાના દર્શન માટે આવી રહ્યા છે. શીખ સમાજ દ્વારા થઈ રહેલ પ્રકાશ પર્વના ધાર્મિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી તેમ જ ગૃહમંત્રી જોડાશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલી સંબોધન કરશે એવું જાણવા મળી રહ્યું છે.

(10:10 am IST)