Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

૪૦૦ કરોડના ડ્રગ્સ કેસમાં ૬ પાકિસ્તાનીઓના ૧૧ દિ'ના રિમાન્ડઃ માત્ર ૩ લાખ રૂ. માટે કચ્છના દરિયામાં ડ્રગ્સની ડિલિવરી ?

કચ્છમાં કોને માલ આપવાનો હતો ? પંજાબ સુધી માલ કોણ પહોંચાડવાનું હતું ? ભારતમાં ડ્રગ્સ માફિયાઓ કોણ ?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૩:  જખૌ નજીક દરિયામાં ઝડપાયેલા ૪૦૦ કરોડના ડ્રગ્સ કેસમાં ૬ પાકિસ્તાનીઓને ભુજની નાર્કોટિકસ કોર્ટે ૧૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

એટીએસ દ્વારા ૬ પાકિસ્તાનીઓના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરાઇ હતી. પાકિસ્તાનથી આવનાર ડ્રગ્સ કચ્છના દરિયામાં કોને આપવાનું હતું? તે અંગે એટીએસ સહિતની અન્ય એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ માફિયાઓના તાર કચ્છ થી પંજાબ સુધી જોડાયેલા હોવાની દિશામાં તપાસ શરૂ કરાઈ છે. ડ્રગ્સનો આ જથ્થો પંજાબ પહોંચવાનો હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

તો, ડ્રગ્સ કેરિયર બનેલા ૬ પાકિસ્તાનીઓને ૪૦૦ કરોડના ડ્રગ્સની ડિલિવરી બદલ પ્રતિ વ્યકિત ૫૦ હજાર એમ કુલ ૩ લાખ પાકિસ્તાની રૂપિયા મળવાના હોવાની ચર્ચા છે. અલબત્ત્। આ બાબતે હજી સુધી કોઈ સત્ત્।ાવાર નિવેદન નથી અપાયું. હવે ૧૧ દિવસના રિમાન્ડ માં શું બહાર આવે છે એ જોવું રહ્યું.

(10:11 am IST)