Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

ધોરાજી માનવ સેવા યુવક મંડળને ૧પમુ ચક્ષુદાન

ધોરાજી તા. ર૩: ધોરાજી રહીશ એવા વિમલભાઇ પાનસુરીયાના પિતા વલ્લભભાઇ કરશનભાઇ પાનસુરીયા જે છેલ્લા ઘણા સમયથી અમેરિકાના ન્યુજર્સીમાં રહે છે. અને પોતાના પરીવારને મળવા ધોરાજી આવેલ હતા અને વલ્લભભાઇને ઓપરેશન માટે રાજકોટ દાખલ કરેલ અને બાદમાં વલ્લભભાઇનું અવસાન થતા પરીવારજનોએ માનવ યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીને જાણ કરેલ અને ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે ડો. રાજબેરા વિમલભાઇ પાનસુરીયા, મમતાબેન યોગેશભાઇ માવાણી, પાર્થ સોજીત્રા, નિશાંત ઠુંમર અને સ્ટાફ પરીવાર હાજર રહેલ આ તકે માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ પાનસુરીયા પરીવારના વિમલભાઇ પાનસુરીયાની સેવાઓને બીરદાવી હતી.

 

(10:17 am IST)