Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીની સ્પર્ધામાં જસદણના જુના પીપળીયાનાં છાત્રોની સિધ્ધી

આટકોટ : પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર-રાજકોટ દ્વારા શ્રીનિવાસ રામાનુજન ની જન્મ જયંતિ પર રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીના ભાગરૂપે ગણિત રમત-કોયડા સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા જસદણ તાલુકાની શ્રી જુનાપીપળીયા તા.શાળાના ધો.-૬ વિદ્યાર્થીઓ રામાણી ધર્મજ, પણસાળા પલક,અને વાસાણી યશ્વી એ ભાગ લિધો હતો.અને ગણિતની રમતો-કોયડા રજુ કર્યા હતાં. જેમા રામાણી ધર્મજે પ્રથમ ક્રમ મેળવ્યો હતો,તેને રોકડ પુરસ્કાર અને સર્ટિફિકેટ થી સન્માનિત કરવામાં આવતા શાળાનું ગૌરવ વધાર્યું હતું.(તસ્વીર અહેવાલઃ વિજય વસાણી-આટકોટ)

(10:47 am IST)