Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

લૂંટની ઘટનામાં જાણભેદુ હોવાની શંકા : બસ આવે તે પહેલા એક કાર આવીને ઉભી'તી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૩: સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે તેવા સંજોગોમાં ચોરી લૂંટફાટ મારા મારી હત્યા ના બનાવો સતત વધી રહ્યા છે તેવા સંજોગોમાં અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર આવેલી દર્શન હોટલ માં મહિસાગર ટ્રાવેલ્સ માં રાજકોટના શૈલેષભાઈ નામના યુવક ના સોનાની ચોરી થઇ જવા પામી છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

ત્યારે રાજકોટ ગ્રીનલેંડ ચોકડી થી શૈલેષભાઈ નામના યુવક સોનાની બેગ લઈ અને બસમાં ચઢ્યા હતા અને મહિસાગર નામની બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે સમયે દર્શન હોટલ માં રેસ્ટ કરવામાં આવતા તે પોતે વોશરૂમમાં પોતાનો થેલો બસ માં મૂકી અને ગયા હતા તે સમયે લૂંટારુઓ દ્વારા સોના ભરેલા થેલાની લૂંટ કરવામાં આવી છે અને ૮૮.૫૫ લાખ ના સોના ની લૂંટ કરાઈ છે.

ત્યારે આ મામલે સમગ્ર ઘટનામાં કાવતરું લૂંટારુઓ દ્વારા રચવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે તે સમયે રાજકોટથી મહિસાગર ટ્રાવેલ્સ ઉપડી હતી તેની વોચ રાખવામાં આવતી હતી અને યુવક પાસે સોનું હોવાની બાતમી લૂંટારો પાસે પાકી હતી તે સમયે યુવક થયેલો મૂકી ફરાર બને અને તે થેલાની ઉઠાંતરી કરી લઈએ તે હેતુ સાથે જ આ લૂંટારૂઓ બલેનો કાર લઇ અને ટ્રાવેલર્સ ની પાછળ આવતા હતા.

તે સમયે દર્શન હોટલ આગળ આ ટ્રાવેલસ વેટ કરવાની હતી તે પણ તેમને જાણકારી નથી તેને લઈને લૂંટારૂઓ ૩૦ મિનિટ પહેલા બલેનો કાર સાથે દર્શન હોટલ આવી અને બેઠા હતા જેઓ શૈલેષ નામના યુવક સોના ભરેલો થેલો રેઢો મુકી અને વોશરૂમમાં ગયા તે સમયે બલેનો કાર માંથી એક યુવક ઉતર્યો અને સોના ભરેલો થેલો લઈ ગયો અને બલેનો કાર માં બેસી અને નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે.આ મામલાના સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ લૂંટ નું એક કાવતરૂ હોવાનું સામે આવ્યું છે અને જાણભેદુ હોવાની શકયતાઓ પણ વર્ણવવામાં આવી રહી છે.

(11:15 am IST)