Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

ગીર ગઢડા તાલુકાની ૪૧ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચપદે ર૩ મહિલાઓ અને ૧૮ પુરૂષ ઉમેદવારો વિજેતા

(નવીન જોષી દ્વારા) ઉના તા.ર૩ : ગીરગઢડા તાલુકાની ૪૧ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીનું ૭૩.રપ ટકા મતદાન થયું હતું જેની મતગણતરી પૂર્ણથતા ર૩ ગામોમાં મહિલા સરપંચ વિજેતા બન્યા હતા ૧૮ પુરૂષો સરપંચ વિજેતા થયા હતા જેના નામ આ પ્રમાણે છે.

ગીરગઢડા તાલુકાના કાકડીડીમોલીમાં સરપંચપદે ચંપાબેન મુળજીભાઇ બારૈયા ઇટવાયામાં દયાબેન કનુભાઇ ગરથરીયા, કોદીયા લાભુબેન બચુભાઇ મકવાણા, જામવાળા વિલાસને પ્રદિપભાઇ સોલંકી, થોરડી કાનજીભાઇ ભીખાભાઇ વેકરીયા, ધોકડવા રેખાબેન એભલભાઇ બાંભણીયા, ઉદરી મેણશીભાઇ દેશીભાઇ પરમાર, આંકોલાલી ભાયાભાઇ રામશીભાઇ વાજા, મોતીસર મંજુબેન સોમાતભાઇ પરમાર, ચીખલકુબા હર્ષાબેન ગોબરભાઇ ચાવડા, નીતલી ગભરૂભાઇ નાગજીભાઇ વેકરીયા, નાળયેરીમોલી નીતીનભાઇ મધુભાઇ ડોબરીયા, પાણખાણ જેન્તીભાઇ મુળજીભાઇ ગોંડલીયા તથા પીછવા-પીછવી કાનાભાઇ નારણભાઇ જેઠવા, અંબાડામાં લખમણભાઇ ભુપતભાઇ કાતરીયા સરપંચ પદે વિજેતા થયેલ છે. મોટા સમઢીયાળામાં દડુભાઇ સુખાભાઇ વણજર, બંધારડા રેખાબેન જયશેભાઇ દુધાત, મોટીમોલી વિઠ્ઠલભાઇ વશરામભાઇ બરવાળીયા, કણેરી મણીબેન બીજલભાઇ શીયાળ, કાણકીયા દેવીબેન કાળાભાઇ વાળા ફાટસર ગુલાબબેન કનુભાઇ જસાણી, સનવાવ ગીગાભાઇ બીજલભાઇ ચાવડા, ધ્રાબાવડ સવિતાબેન મંગાભાઇ સરવૈયા, ભીયાળ વાલજીભાઇ કરશનભાઇ મકવાણા તથા બોડીદરમાં બાજુબેન ભોજાભાઇ મોરાસીયા સરપંચપદની ચુંટણી જીતી ગયા છે.

સણોસરીમાં પ્રવિણભાઇ મયુરભાઇ ઢોલા, સોનપરા ઉકાભાઇ રામસીંગભાઇ વાઢેેળ, ઝાંઝરીયા પ્રફુલભાઇ અરજણભાઇ વાળા, વડવીયાળા ભેનીબેન કાનાભાઇ રામુ નાનાસમઢીયાળા જયદીપ દોલુભાઇ ગોહીલ, પડાપાદર આશાબેન દેવીદાસ ગોંડલીયા, ભીખા સવિતાબેન વ્રજલાલ ભુવા, ખીલાવડ ગુલાબબેન ઘનશ્યામભાઇ ખેની, સોનારીયા હરેશભાઇ માધાભાઇ વકાતર, શાણા વાંકિયા શાંતુબેન ભગવાનભાઇ જેઠવા, ફુલકા કાળીબેન બાબુભાઇ વાઘેલા, રસુલપરા દુધીબેન નનાભાઇ કાતરીયા, જરગલી માનભાઇ રામસીભાઇ ગુજરીયા, વેલાકોટ તન્વીરભાઇ કાળુભાઇ ભીલ, દ્રોણ જયાબેન ભીમભાઇ મકવાણા તથા  હરમડીયામાં કૈલાસબેન પ્રવિણભાઇ બાંભણીયા સરપંચપદે વિજેતા થયેલ છે

(1:50 pm IST)