Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

ચોટીલા તાલુકાના રેશમિયા ગામમાં બેચરભાઇ ખટાણા :અધૂરા કામ પૂર્ણ કરવાના પ્રથમ દિવસે શપથ લેતા નવા સરપંચ

વઢવાણ તા. ૨૨ : ચોટીલા તાલુકાનું રેશમિયા આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકાસ ઝંખી રહ્યુ છે ગામમાં પીવાના પાણી લાઇટ રોડ રસ્તા કરી જ અનેક વિકાસના કામો હજુ સુધી બાકી છે અને રાત્રિ દરમિયાન લાઈટો પણ ગામમાં ન હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે અનેક વખત ગ્રામજનોએ સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ પ્રશ્નોનું નિરાકરણ આવી રહ્યો નથી.

તેવા સંજોગોમાં આ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામના યોગ્ય ઉમેદવાર બેચરભાઈ ખટાણા એ સરપંચ તરીકે દાવેદારી નોંધાવી હતી અને પ્રથમ દાવેદારી નોંધાવતા સમયે જ ગામનો વિકાસ અંગેની વાત લોકો સુધી પહોંચાડી હતી અને સંકલ્પ પણ લીધા હતા તેવા સંજોગોમાં ગ્રામજનો પ્રેમ અને ઉત્સાહના પગલે ગઈકાલે રેશમિયાના નવા સરપંચ તરીકે બેચરભાઈ ખટાણાની જીત થઈ છે.

જેને લઇને ગામમાં ખુશીની લહેર દોડી ઉઠી જવા પામી છે તેવા સંજોગોમાં ગ્રામજનોએ પણ તેમની જીતને આવકારી છે ત્યારે તરત જ બનતાની સાથે જ બેચરભાઈ ખટાણા સંકલ્પ કર્યા છે કે પાણી લાઇટ રોડ રસ્તા અધુરા કામની રેશમિયા ગ્રામજનો ઝાંખી રહ્યા છે તે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાના પ્રયાસો હાથ ધરી અને ગામનો વિકાસ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.

તેવા સંજોગોમાં ગામના આગેવાનો, વડીલ તેમજ શિવરાજભાઈ જેબલિયા સહિતના આગેવાનો દ્વારા બેચરભાઈની જીતને વધારવામાં આવી છે અને આગામી દિવસોમાં વિકાસના કામને વેગ આપે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.(

(11:20 am IST)