Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

જુનાસાવરમાં આપ અને કોંગ્રેસને હંફાવી પૂનઃ ચુંટાતા કલ્પેશભાઇ કાનાણી

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૨૩: જુનાસાવર ગામે ગ્રામ પંચાયતની યોજાયેલ ચુંટણીમાં ભાજપ પ્રેરીત પુવઁ જીલ્લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ કાનાણીના લઘુબંધુ કલ્પેશભાઇ કાનાણીનો વિજય થયો છે.

આ ચુંટણીમાં સાવરકુંડલા તાલુકા આપ પાર્ટીના ઉપપ્રમુખ દીલીપ લહેરી સરપંચ પદના ઉમેદવાર હતા તેમને સાવરકુંડલા તાલુકા કોગ્રેસના પ્રમુખ મનુભાઈ ડાવરાનો પુરો સપોટ હતો, તેમજ સાવરકુંડલા કોંગ્રેસના પીઢ આગેવાન બાબુભાઈ પાટીદાર તેમજ લક્ષ્મણભાઈ કાનાણીના કુટુંબી જનો સુરત,અમદાવાદથી ફોરવ્હીલરો લઈને ગામમાં એડી ચોટીનુ જોર લગાવેલ તેમજ ભાજપની પેનલને હરાવવા તમામ પ્રયત્નો કરેલ છતા કમલેશભાઈ કાનાણી જુનાસાવર ગામ ઉપર ૨૦ વર્ષથી દબદબો ધરાવતા હોય ગ્રામ પંચાયતમા ફરી મતદારોએ આપ અને કોંગ્રેસને જાકારો આપીને પુનઃ ભાજપ પ્રેરીત ઉમેદવાર કલ્પેશભાઇ કાનાણીને ચુંટી કાઢેલ છે.

કોંગ્રેસ અને આપ દ્વારા મતદારોને રીજવવા તમામ પ્રયત્નો કરવા છતા ગામના શાણા મતદારોએ તેમને જાકારો આપીને અડધી રાતનો હોકારો તેમજ સતત ગામની ચીંતા કરતા, સતત ગામનો વિકાસ થાય તે માટે રાત દિવસ ચીંતા કરતા કમલેશભાઈ કાનાણીના સમર્થનવાળી પેનલના ઉમેદવાર કલ્પેશભાઇ કાનાણીને ગામના સમજુ નાગરિકોએ મત આપી જંગી બહુમતીથી વીજય બનાવી બીજાં પાચ વર્ષ માટે સુકાન સોંપ્યુ છે.(૨૩.૧૬)

વંથલીની શાપુર ગ્રામપંચાયતના સરપંચ તરીકે ૪૦ વર્ષથી એક જ પરિવારનો દબદબો

જૂનાગઢ,તા. ૨૩: વંથલી તાલુકાના શાપુર ગામે સરપંચ તરીકે નીતિન વાલજીભાઇ ફડદુ ૨૦૯૭ની જંગી બહુમતીથી પોતાની પેનલના તમામ ૧૨ સભ્યો સાથે ચૂંટાઈ આવ્યા છે ૪૫ વર્ષથી ફડદુ પરિવારનો ગ્રામપંચાયત પર દબદબો રહ્યો છે આ પહેલા તેમના દાદા, પિતા, કાકા, ભાઈ, ભાભી તેમજ પોતે ત્રીજી વાર સરપંચ પદે ચૂંટાઈ આવ્યા છે સર્વ સમાજને સાથે રાખી વિકાસ કામોને ધ્યાને રાખી ગામલોકોમાં તેમના પ્રત્યે વિશ્વાસ અકબંધ છે ૧૯૮૩ની જળહોનારતમાં તબાહ થયેલ શાપુર ગામ આજે જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામપંચાયત માં સ્થાન ધરાવે છે અહીં લોકોની પ્રાથમિક જરૂરિયાતથી લઈ ગામમાં સરાઉન્ડ સિસ્ટમ, સીસીકેમેરા, જેવી હાઇટેક સુવિધા છે આટલા વિકાસના કાર્યો કરવા છતાં હાલ ગ્રામપંચાયત પાસે રુ.૧ કરોડ જેટલું સ્થાનિક ભંડોળ છે ત્યારે લોકોએ મુકેલા વિશ્વાસને આગળ ધપાવી આગામી સમયમાં વિકાસકાર્યોને વેગ આપી જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામપંચાયત રાજય કક્ષાએ બને તેવા પ્રયાસો કરી ગામને તમામ પ્રકારની સુવિધા મળે તે માટે પોતે કટીબધ્ધ હોવાનું નીતિન ફડદુએ જણાવ્યું હતું.

(1:47 pm IST)