Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

ધ્રોલના હમાપર ગામે પ્રતિષ્ઠા ભર્યા ગ્રામ પંચાયતની ચૂંટણી જંગમાં નરેશભાઈ ડાંગરની આખી પેનલ વિજયી કેશુભાઈ ડાંગરનો હાથ ઊંચો રહ્યો

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ,તા.૨૩ : ધ્રોલ તાલુકાના ૧૧ જેટલી ગ્રામ પંચાયતની પ્રતિષ્ઠા ભર્યો ચૂંટણીજંગમાં ગ્રામ્ય પ્રતિષ્ઠિત આગેવાન કેશુભાઈ આહીરના પુત્ર નરેશભાઈ આહીર સહિતના જાહેર કરવામાં આવ્યા હતા.

ધ્રોલ તાલુકાના ૧૧ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં હમાપર ગામે સરપંચ પદની સીટના મહિલા ઉમેદવાર તરીકે લક્ષ્મીબેન જયસુખભાઇ તેમજ સભ્યોની પેનલમાં ગામ પ્રતિષ્ઠા આગેવાન કેશુભાઈ ડાંગરના પુત્ર નરેશભાઈ ડાંગર સહિત ૮ ઉમેદવારો સભ્યો માટે ઉભા રહ્યા હતા પ્રભાતભાઈ મંઢ, લાખુબેન નરેશભાઈ ડાંગર, ભાનુબેન જયેશભાઇ ડાંગર,  વિજુબેન ભીખુભાઇ ડાંગર, સુનિલભાઈ સોલંકી, રમેશભાઈ રાઠોડ, રાવતભાઈ શિયાર, નો વિજય જાહેર થયા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો...

 વધુમાં હમાપર ગામના ભાઈચારા અને એક પ્રતિક સમાન હોય ગામને સમરસ કરવા માટે અનેક પ્રયાસો કરવા છતાં સફળતા ન મળતા અને ચૂંટણી યોજાઇ હતી.. કેશું ભાઈ ડાંગર હમાપર ગામ એ સતત ગ્રામજનો સાથે બેઠક કરીને ગામના વાતાવરણ ના બગડે તેવા પ્રયાસો હાથ ધરી સતત સારા લોકોને ચુંટીને મોકલવાની અને વિકાસના કામોના પ્રાધાન્ય આપીને હમાપર ગામને ગોકુળીયુ ગામ બનાવવાની વાતો લોકોના ગળે ઉતરી અને નરેશભાઈ ડાંગર સહિતની પેનલનો લોકોએ હર્ષભેર સ્વીકાર કરી અને સમગ્ર પેનલ તરફેણ જંગી મતદાન કરી અને ભવ્ય વિજય અપાવ્યો હતો...

 અત્રે ઉલ્લેખનીય છે કે વિજેતા થયેલા હમાપર ગામના યુવાનોની ટીમ કોઇપણ જાતના સભા-સરઘસ દૂર રહી અને શાંતિ જાળવી રાખી હતી અને હમાપર ગામ ને બિરાજમાન એવા સંત નાથાબાપા અને દેવાબાપા ની તમામ સભ્યોને માનતા રાખેલ હોય ઉઘાડા પગે તમામ સભ્યો નાથાબાપા ની જગ્યાએ ખાતે નમન કરવા અને આસ્થા પૂર્ણ કરવા દોડી ગયા હતા અને ગામમાં ભાઈચારા સહિત એકતા નું વાતાવરણ કાયમ બની રહે તેવી પ્રાર્થના કરી હતી.

 આ પ્રતિષ્ઠા ભર્યો ચૂંટણીજંગ માં હમાપર ગામ ના નરેશભાઈ ડાંગર સહિત તાલુકા પંચાયતના સદસ્ય રાવતભાઇ જેન્તીભાઈ મઠ વગેરે સખત મહેનતના પરિણામે ગામમાં ઉલ્લાસભર્યા વાતાવરણમાં વચ્ચે લોકશાહી મહાપર્વ તેવા ચૂંટણી યોજાઈ હતી અને આ યુવાનોના લીધે સમગ્ર પેનલના વિજેતા બની હોવાની ગ્રામજનો આવકાર આપી અભિનંદન પાઠવ્યા હતા.

ધ્રોલ તાલુકાના હમાપર ગામે તાજેતરમાં નવી ગ્રામ પંચાયતની બોડી અસ્તિત્વમાં આવ્યા બાદ નરેશભાઈ ડાંગર, રાવતભાઈ શિયાર, તેમજ ગ્રામજનો પંચાયતના સદસ્યની ટીમને કામે લાગી જઈને છેલ્લા ઘણા સમયથી હમાપર ગામ ને શુદ્ધ પીવાનું પાણી ની સમસ્યા હતી અને મહિલાઓમાં પીવાના પાણીને લઇને ભારે દેકારો હતો ત્યારે નવી બોડી આવ્યા બાદ તાત્કાલિક ખોડિયાર ડેમમા થી જર્જરીત પીવાની પાણીની પાઈપલાઈન રીપેરીંગ કરી અને જરૂર પડે ત્યાં નવા પાઈપો નાખીને તાત્કાલિક વિતરણ કરવામાં આવશે.. તેથી મહિલાઓ ભારે રાજી થવા પામી હતી અને યુવાનોને વિજેતા બન્યા બાદ મહેનત લેખે લાગી હોવાનું ગ્રામજનો અને લાગણી અનુભવી હતી.

(12:48 pm IST)