Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

સાવરકુંડલામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા., ૨૩: પંથકમાં છેલ્લા આઠેક દિવસથી કડકડતી ઠંડી પડી રહી હતી. તેમાં ગઇકાલથી થોડી રાહત મળી છે. ત્યારે આજે વહેલી સવારે આકાશમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. અને દુર સુધી જોવામાં મુશ્કેલી પડી રહી હતી. રોડ ઉપર વાહન ચાલકો પણ ધુમ્મસથી મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે સુર્ય નારાયણના દર્શન થતા જ ધુમ્મસ દુર થયું હતું.

(12:49 pm IST)