Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

બાબરા તાલુકાના ખાખરીયા ગામના સરપંચ પદે જંગી બહુમતીથી વિપુલ કાચેલા વિજયી

 બાબરાઃ બાબરા તાલુકા ભાજપ ના ઉપ પ્રમુખ વિપુલભાઈ કાચેલા ખાખરીયા ગ્રામ પંચાયત ની ચુંટણી માં સરપંચ પદે જંગી બહુમતીથી વિજય થતાં તેમજ સાથે ના સભ્યો નો પણ વિજય તથા ગામજનોનો આભાર વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા જીલ્લા પંચાયત ના ચેરમેન નિતિનભાઈ રાઠોડ ગોપાલભાઈ વસ્તરપરા  રાજુભાઈ વિરોજા, હિંમતભાઈ દેત્રોજા બાબરા મુન્નાભાઈ મલકાણ, સંદીપભાઈ રાદડીયા, કિરીટભાઈ બગડા, રમેશભાઈ ચાવડા,બાબરા શહેર યુવા અગ્રણીશ્રી મુન્નાભાઈ બાવળિયા તેમજ મોટી સંખ્યામાં ગામજનો હાજર રહ્યાં હતાં.

(12:51 pm IST)