Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

મોરબીના અણીયારી ટોલનાકા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ અન્ય વાહનો ઘુસી ગયા

ધુમ્મસના કારણે અકસ્માત : ટ્રક પાછળ અન્ય ૩ થી ૪ વાહનો ઘુસી ગયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૩ : મોરબી નજીકથી પસાર થતા મુખ્ય રસ્તાઓ પર ધુમ્મસની ચાદર ફેલાયેલી જોવા મળી રહી છે જેને કારણે અકસ્માતના બનાવો બની રહ્યા છે તો અણીયારી ટોલનાકા પાસે બે ટ્રક ધડાકાભેર અથડાતા અન્ય ૩ થી ૪ વાહનો તેની પાછળ અથડાયા છે.

મોરબી શહેર અને જીલ્લામાં વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ છે જેના કારણે રોડ પર વિજીબીલીટી ધટી છે જેથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબીના અણીયારી ટોલનાકા પાસે એક ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી જતા અકસ્માત સજર્યો હતો તો ધુમ્મસના કારણે બે ટ્રક વચ્ચે થયેલ અકસ્માત વાહન ચાલકોને નજરે નાં પડતા અન્ય ૩ થી ૪ વાહનો અકસ્માત થયેલ ટ્રક પાછળ ઘુસી ગયા હતા જો કે ઘટનામાં કોઈ જાનહાની થઇ છે કે નહિ તે જાણી શકાયું નથી તો અણીયારી ટોલનાકાના સ્ટાફે રોડ પર ઉભા રહીને અન્ય વાહનો પણ અકસ્માતનો ભોગના બને તે માટે સાવચેત કર્યા હતા.

(12:52 pm IST)