Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

મોરબી ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજેતા ઉમેદવારોને કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે શુભેચ્છા પાઠવી.

મોરબી તાલુકા અને જિલ્લા ની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ ગઇ ત્યારે જે ગ્રામ પંચાયત ના સરપંચ તથા સભ્યો વિજેતા જાહેર થયેલ છે તે દરેક ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના દરેક સભ્યોનો જીલ્લા કોંગેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.
લોકશાહીના આ મહાપર્વ માં વિજેતા જાહેર થયેલ ગ્રામ પંચાયતના સરપંચ અને તેની પૂરી ટીમખૂબ નિષ્ઠાથી, ઈમાનદારી થી, ખંત પૂર્વક કામ કરી ગામના વિકાસમાં ભાગીદાર બને અને લોકો ની અપેક્ષા ઓ પૂર્ણ રીતે સાકાર કરે, સાથે ગામને સ્વચ્છ,સુંદર અને વિકાસશીલ બનાવે તેવી આશા સાથે, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી.

(1:58 pm IST)