Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

કોરોના કાળમાં કચ્‍છ ભાજપ સાંસ્‍કૃતિક સેલ કલાકારોની પડખે

પ્રદેશ ભાજપ સાંસ્‍કૃતિક સેલના કન્‍વીનર બિહારીભાઇ ગઢવીએ કચ્‍છની શુભેચ્‍છા મુલાકાત લીધી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૪ :.. પ્રદેશ ભાજપ સાંસ્‍કૃતિક સેલના કન્‍વીનર અને જેમણે જેના જાદુઇ કંઠથી લોકગીતોને અમર કર્યા છે એવા સ્‍વ. હેમુદાનભાઇ ગઢવીના સુપુત્ર એવા બિહારીભાઇ ગઢવીએ કચ્‍છની શુભેચ્‍છા મુલાકાત વેળાએ સાંસ્‍કૃતિક સેલના માધ્‍યમથી જિલ્લાભરના વિવિધ કલાકારોને મળતી તેમનો જુસ્‍સો વધારી તેમની અંદર છૂપાયેલી આંતરીક કળાને મોટા ફલક સુધી લઇ જવા કટીબધ્‍ધ હોવાનો કોલ આપ્‍યો હતો.
આ પ્રસંગે કચ્‍છ જિલ્લા ભાજપ સાંસ્‍કૃતિક સેલના કન્‍વીનર મોમાયાભા ગઢવી તેમજ યોગેશભાઇ ગજ્જર, નિરંજનાબેન ભરતવાલા, પંકજભાઇ ઝાલા, ચેતનભાઇ કતીરા વગેરે સભ્‍યોએ જિલ્લા સાંસ્‍કૃતિક સેલ વતી બિહારીભાઇનું સન્‍માન અને સ્‍વાગત કરી તેઓ સાથે આગામી કાર્યક્રમો અંતર્ગત વિસ્‍તૃતમાં ચર્ચા કરી હતી તેમજ શ્રધ્‍ધેય અટ બિહારી વાજપેયી અને ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીની પ્રતિમાને પુષ્‍પાંજલી પણ અર્પણ કરી હતી.
ત્‍યારબાદ શ્રી ગઢવીએ કચ્‍છ જિલ્લા ભાજપ મધ્‍યસ્‍થ કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત કરી હતી જયાં જિલ્લા ભાજપ અધ્‍યક્ષ કેશુભાઇ પટેલ તથા મહામંત્રી વલ્લભજીભાઇ હુંબલ, શીતલભાઇ શાહે જિલ્લા ભાજપ વતી તેઓનું સન્‍માન કર્યુ હતું. આ વેળાએ ઉપસ્‍થિત પ્રદેશ સાંસ્‍કૃતિક સેલના સદસ્‍ય અનિલભાઇ ગજજરને પણ સન્‍માનીત કરવામાં આવ્‍યા હતાં.
આ પ્રસંગે બિહારીભાઇ ગઢવીએ જણાવ્‍યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ તમામ ક્ષેત્રો અને સમુદાયોને સાથે લઇને ચાલવાની માન્‍યતા ધરાવે છે. વધુને વધુ કલાકારોને જો ભાજપની વિચારધારા સાથે જોડવામાં આવે તો પ્રત્‍યેક કલાકારમાં પ્રજા અને સરકાર વચ્‍ચેની જીવંત કડી બનવાનું સામર્થ્‍ય રહેલું છે કેમ કે કલાકારોને રોજબરોજ પ્રત્‍યક્ષપણે લોકો સાથે સીધો ધરોબો હોય છે જેથી કરીને સરકારની સિધ્‍ધીઓ, ઉપલબ્‍ધિઓ અને લોકાભિમુખ યોજનાઓ સરળતાથી છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય છે.
આ ઉપરાંત શ્રી ગઢવીએ જિલ્લામાં યોજાતા વિવિધ મહોત્‍સવોમાં સ્‍થાનિક કલાકારોને તક આપનીે તેઓને સૌ પ્રથમ પ્રાધાન્‍ય આપવાની પણ સૌને અપીલ કરી હોવાનું ભુજ શહેર ભાજપ મીડીયા ઇન્‍ચાર્જ સંજયભાઇ ઠકકરની યાદીમાં જણાવાયું હતું.


 

(10:31 am IST)