Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

રાજકોટ જિલ્લાના ગોંડલ ધોરાજી અને જેતપુર શહેરમાં રાત્રિ કર્ફ્યુ જાહેર કરતા જિલ્લા કલેકટર

રાજકોટ તા.૨૨ : કોરોનાની વૈશ્વિક મહામારીની પરિસ્થિતિ સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ આગામી તા. ૨૯ જાન્યુઆરી સુધી રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર અને ધોરાજી શહેરમાં રાતના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુના આદેશો જારી કર્યા છે.આ ત્રણેય શહેરોમાં દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, લારી, ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેકસ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિક ગુજરી બજાર, હેર કટીંગ સલૂન અને બ્યુટી પાર્લર, સ્પા તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાતના દસ કલાક સુધી ચાલુ રાખી શકાશે તથા હોટેલ, રેસ્ટોરન્ટ બેઠક ક્ષમતાના ૭૫ ટકા સાથે રાત્રીના દસ કલાક સુધી ચાલુ રાખી શકાશે હોમ ડીલીવરી ૨૪/૭ ચાલુ રાખી શકાશે.

તમામ પ્રકારના જાહેર સમારંભો, લગ્ન પ્રસંગો, ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યકિત પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦% મહત્તમ ૧૫૦ વ્યકિતઓને મર્યાદામાં કરી શકાશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમ ક્રિયા દફનવિધિ માટે મહત્તમ ૧૦૦ વ્યકિતઓની મંજૂરી રહેશે. પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટની બસ સેવાઓ ૭૫% ક્ષમતા સાથે જ્યારે એસ.ટી બસ સેવાઓ મહત્તમ ૭૫્રુ પેસેન્જર કેપેસિટી સાથે ચાલુ રહેશે . બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કરવામાંથી મુકિત આપવામાં આવે છે.

સિનેમાહોલ, જીમ, વોટરપાર્ક, વાંચનાલય, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો વગેરે તેમની બેઠક ક્ષમતાના ૫૦ ટકાથી ચાલુ રાખી શકાશે. જાહેર બાગ બગીચાઓ રાત્રીના દસ કલાક સુધી ચાલુ રાખી શકાશે. ધોરણ નવ થી પોસ્ટ ગ્રેજયુએટ સુધીના કોચિંગ સેન્ટર અને ટ્યુશન કલાસીસ તેમજ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષા માટેના કોચીંગ સેન્ટરો મહત્તમ ૫૦ ટકા વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકાય, શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનોને આધિન ચાલુ રાખી શકાશે શાળા-કોલેજ અને અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના guideline નું પાલન કરવાની શરતે યોજી શકાશે. સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે . ઉપરોકત તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરીની સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેકસીનના બે ડોઝ ફરજીયાત રહેશે. જાહેર સ્થળો કામના સ્થળ ઉપર આવન-જાવન સમય લોકોએ માસ્ક પહેરવો અને ચહેરો ઢાંકવો. જાહેર સ્થળે તમામ વ્યકિતએ ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર જાળવવાનું રહેશે.  જેની ખાતરી દુકાનદારોએ કરવાની રહેશે. જાહેર સ્થળોએ થુંકવા બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકારના વખતો વખતના હુકમથી આપવામાં આવેલા આદેશો તથા માર્ગદર્શક સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. બીમાર વ્યકિત,  સગર્ભા,  અશકય વ્યકિતઓને સારવાર માટે એટેન્ડન્સ સાથે અવરજવર કરવાની છૂટ રહેશે મુસાફરોને રેલવે એરપોર્ટ સીટી બસની ટિકિટ રજૂ કર્યૅ અવરજવરની પરવાનગી આપી શકાશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ  જાહેર સમારંભ યોજી શકાશે નહીં. આવશ્યક સેવાઓ અધિકારી કર્મચારીઓ સાથે સંકળાયેલા નાગરિકો અધિકારીઓ-કર્મચારીઓએ અવર જવર દરમિયાન માગણી કર્યૈથી જરૂરી ઓળખપત્ર રજુ કરવાનું રહેશે અને અનિવાર્ય સંજોગોમાં બહાર જનાર વ્યકિતઓએ ડૉકટરનું પ્રિસ્ક્રિપ્શન અને ઓળખ પત્ર તથા સારવાર ને લગતા અન્ય પુરાવાઓ રજૂ કર્યેથી અવરજવરથી પરવાનગી આપી શકાશે. અનિવાર્ય સંજોગોમાં વ્યકિતઓ તેમજ ફરજ પરના અધિકારી કર્મચારીઓએ માનવીય અભિગમ દાખવવો રહેશે.

(11:00 am IST)