Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ગોંડલ નજીક ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતા રવિ બેચરાની ધરપકડ

રાજકોટ,તા.૨૪: ગેરકાયદે બાયોડીઝલના વેચાણ અને સંગ્રહને અટકાવી કડક કાર્યવાહી કરવા રાજય સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે. જોકે, આમ છતાં પણ રાજકોટ જિલ્લામાં ફરી ગેરકાયદે બાયોડીઝલનો વેપલો શરૂ થઇ ગયો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પાસે ટેન્કરમાં ટેન્ક ફીટ કરી બાયોડીઝલનું વેચાણ કરતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી તેની પાસેથી ૨૦૦૦ લીટર બાયોડીઝલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત મુજબ ગોંડલ સિટી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે, રવિ મનસુખભાઇ બેચરા નામનો શખસ ગોંડલ જામવાડી ઞ્ત્ઝ્રઘ્ નજીક જય સિયારામ વે-બ્રિજ પાસે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં ટાટા કંપનીના વાહનમાં ટાંકો બેસાડી તેમાં ઇલેકિટ્રક પમ્પ ફીટ કરી ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ જવલનશીલ પદાર્થના જથ્થાનું વેચાણ કરી રહ્યો છે. આ હકીકતના આધારે ગોંડલ સિટી પોલીસે રેડ પાડી હતી. પોલીસે ૫,૭૯,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો. આ દરમિયાન ટાટા કંપનીનું વાહન જીજે-૧૦-ટીટી ૫૫૨૯માં ઇલેકિટ્રક ફ્યૂલ પમ્પ ફીટ કરી તેમાં આશરે ૩૫૦૦ લિટરના ટાંકામાંથી ૨૦૦૦ લીટર જેટલો શંકાસ્પદ પેટ્રોલિયમ જવલનશીલ પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. હાલ પોલીસે ટાટા કંપનીનું વાહન કિં.રૂ.૪.૦૦,૦૦૦ તથા શંકાસ્પદ પેટ્રોલિયમ જવલનશીલ પદાર્થ કિં.રૂ.૧,૪૪,૦૦૦ તથા ફ્યુઅલ પમ્પ કિં.રૂ.૩૫,૦૦૦ મળી કુલ ૫,૭૯,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા આરોપી રવિ બેચરાની પૂછપરછ કરતા આ બાયોડીઝલનો વિજય ટોળીયા અને રેનિસ અમૃતિયાનો હોવાનું પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. હાલ ગોંડલ સિટી પોલીસે શંકાસ્પદ જથ્થો કબ્જે કરી સેમ્પલ પરીક્ષણમાં મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:52 pm IST)