Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ભુજના ડી માર્ટ મોલમાં યુવાન મહિલા કર્મીને વારંવાર બાથ ભરી અભદ્ર હરકતો સાથે છેડતી

ગોડાઉન ઓફિસર અને સ્ટોર મેનેજર સામે પોલીસ ફરિયાદ : ડી માર્ટના એરિયા મેનેજરે ફરિયાદ પછી ન્યાય ન આપ્યો હોવાની રાવ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ : ભુજના ડી માર્ટ મોલમાં ૨૮ વર્ષીય યુવાન મહિલા કર્મી સાથે કરાયેલ છેડતીના બનાવે ચકચાર સર્જી છે. જોકે, ગત જુલાઇથી સપ્ટેમ્બર દરમ્યાન બનેલ આ ઘટનામાં છેડતી કરનાર ગોડાઉન ઓફિસર પોપટ માલીવાડ સામે અને આ ઘટનાને દાબવાનો પ્રયાસ કરનાર સ્ટોર મેનેજર મીત ડગલી સામે પોલીસને અરજી કરાયા પછી ડી માર્ટ ના એરિયા મેનેજર ખંજન શાસ્ત્રી એ ન્યાય અપાવવાની વાત કરી હતી. પરંતુ ન્યાય ન મળતાં અંતે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.

૨૮ વર્ષીય સફાઈ કામદાર મહિલાને પુરૂષ યુરીનલ સાફ કરવાનું કહી આ સફાઈ કામ વખતે ગોડાઉન મેનેજર પોપટ માલીવાડ વારંવાર તેને પાછળથી બાથ ભરી અભદ્ર હરકતો કરતો હતો.

આ ફરિયાદ અંગે સ્ટોર મેનેજર મીત ડગલી એ આવું સહન કરવું પડશે એવું કહી મહિલા કર્મીની ફરિયાદ સંભાળી નહોતી. હવે ભુજ પોલીસે તપાસ હાથ ધરી છે

(11:29 am IST)