Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વાંકાનેરમાં પાણી પ્રશ્નથી લોકો ત્રાહીમામ

ભુગર્ભ ગટર, સફાઇ સહિતના પ્રશ્નો ઉકેલવા માંગણી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા.૨૪ : શહેરમાં છેલ્લા ચાર દિવસથી પીવા માટેના પાણીનો પોકાર શહેરીજનોમાં ત્રીવ બન્યો છે. જાણવા મળતી વિગત મુજબ વોટર વર્કસમાં મચ્છુ-૧ ઉપર કોઇ ખામી આવી જતાં પીવાનું પાણી બંધ થઇ ગયું છે. હવે નગરપાલિકમાં સત્તા સ્થાને બિન ભાજપ એટલે કે અપક્ષ-૧૧ સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ બન્યા બાદ ભાજપના કહેવાતા આગેવાનો વાંકાનેરના લોકોની રોજ બરોજની સમસ્યાઓમાં વધારો કરી રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે. એક બાજુ ભુગર્ભ ગટરના પ્રશ્નો ગંભીર બન્યા છે તો સફાઇનો પ્રશ્ન પણ અતિ ગંભીર છે. વળી છેલ્લા ચાર દિવસથી મચ્છે-૧ ડેમ છલોછલ ભર્યો છે છતા પણ વાંકાનેરના લોકોને પીવાનું પાણી મળતુ બંધ થયું છે. ત્યારે જીલ્લા ભાજપના આગેવાનો ભાજપના ચુંટાયેલા બળવાખોર સભ્યોને ઘરભેગા કરશે? કે પછી પ્રજાને ભોગવવું પડશે?

પીવાના પાણી બાબતે છેલ્લા એક માસથી શેવાળ વાળુ પાણી આવતુ હોવાની ફરીયાદો ઉઠી હતી વળી છેલ્લા ચારેક દીવસથી પાણીમાં મરેલા માછલાની ર્દુગંધ તથા ફિલ્ટર વિનાનું પાણી આવતું હોવાની ફરીયાદો વ્યાપક બની હતી.

શહેરીજનો માટે હાલ હજુ ત્રણ-ચાર દિવસ પાણીની સપ્લાય બંધ રહેશે તેવું પણ જાણવા મળે છે.

વાંકાનેરની સરસ સફાઇ કામગીરી કરતા રોજમદાર કર્મચારી નવીન લખમણને નગરપાલીકાના ઉપપ્રમુખએ જીનપરામાં પ્રાઇવેટ સંડાસ-બાથરૂમ સફાઇ કરવાનું કહેતા, તે સફાઇ કામદારે નકાર કરતા ઉપપ્રમુખએ આ કર્મચારીને ચાર દિવસથી સસ્પેન્ડ કરેલ હોવાનું જાણવા મળે છે.

કાલે પાલીકાએ માઇક દ્વારા શહેરભરમાં એલાન કરીને બે થી ત્રણ દિવસ પાણી નહી મળી શકે તેવી જાહેરાત કરી છે તો આ બાબતે ચીફઓફીસરનો સંપર્ક શાધતા તેઓએ ફોન રીસીવ કરેલ નથી અને હાલ તેઓ મોરબી નગરપાલીકાના ચાર્જમાં હોઇ પાલીકામાં કોઇ સંભાળવા વાળુ નથી?

(11:44 am IST)