Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જૂનાગઢ ૧૮૧ મહિલા હેલ્પલાઇને ત્રણ દિવસથી ભટકતી તરૂણીને સહી સલામત પિતા સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ ૧૮૧ મહિલા હેલ્પલાઇને ત્રણ દિવસથી ભટકતી તરૂણીને સહી સલામત પિતા સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ,તા.૨૪:  જૂનાગઢ ૧૮૧ મહિલા હેલ્પલાઈન માં તારિખ ૨૧/૩/૨૦૨૧ ના   રોજ રાત્ર ૨૨-૪૭ વાગયાની આસપાસ કોઈ જાગૃત નાગરિકે ફોન કરીને જણાવ્યું કે કોઈ નાની વયની દિકરીને તમારી મદદની જરૂર હોય તેથી જૂનાગઢ ૧૮૧ ટીમ ના કાઉન્સેલર મીનાક્ષીબેન સોલંકી અને કોન્સ્ટેબલ ઉજાલાબેન ખાણીયા સહિત સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો. 

દિકરી  તરૂણ વયની હોવાથી તે ગભરાઈ ગઈ હોય તેથી તેમને આશ્વાસન આપ્યું અને શાંતિપૂર્વક બેસાડી ને કાઉન્સેલીંગ કરતા જાણવા મળ્યું હતું કે તે ૧૬ વર્ષ ની તરુણ વયની બાળકી કોઈ યુવકને પ્રેમ કરતી હતી. જેની જાણ તેમના પિતાને થતાં પિતાએ દીકરીનો અભ્યાસ બંધ કરી ને ઘરકામની જવાબદારી સોંપવામાં આવી પરંતુ તે પોતાના માતા પિતા ના પ્રેમ ને ભુલી તે યુવક સાથે લગ્ન કરી સાથે રહેવાનો નિર્ણય કર્યો ને ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલ પરંતુ તે યુવકને ફોન કરીને જણાવ્યું કે હું ભાવનગર બસ સ્ટેન્ડ પર છુ ત્યારે તે યુવકે ફોન પર જ લગ્ન કરવાની ના પાડી ને ફોન બંધ કરી દીધો તેથી તે ખૂબ જ ગભરાઇ ગય ને પાછી ઘરે જાય તો તેના પિતા તેને મારી નાખવાના છે એવા ડરથી તે બસમાં બેસી ને ત્રણ દિવસથી ભટકતી રહી ને આજે જૂનાગઢ પહોંચી ગઈ તેની પાસે પૈસા પણ પુર્ણ થઈ ગયા હતા ને આગળ જવા માટે કોઈ રસ્તો પણ ના હતો તેથી આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો.

 તેથી ૧૮૧ કાઉન્સેલર દ્વારા આશ્વાસન આપી સમજાવી ને આત્મહત્યા ના વિચાર થી મુકત કરી તેમના પિતાને જાણ કરી કે તમારી દીકરી અમારી પાસે સહી સલામત છે તેમના પિતાનુ ફોન પર કાઉન્સેલીંગ કર્યું ને સમજાવ્યા તેથી ને તેમના પિતા તેમની દીકરી લેવા માટે રવાના થયા પરંતુ ભાવનગર થી જૂનાગઢ સુધી સફર દરમિયાન દસ કલાક નો સમય લાગે તેથી તરુણી ને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવી દશ કલાક બાદ પુત્રી નુ પિતા સાથે મિલન કરાવ્યું હતુ. આમ જુનાગઢ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈનની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે.

(12:56 pm IST)