Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ધોરાજીમાં ૩'દિ માં રર કોરોના કેસ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, ર૪ :  ધોરાજીના કોરોના બીજી લહેરની એન્ટ્રી થઇ છે. ધોરાજીમાં કોરોના પોઝીટીવ ૧ર કેસ નોંધાયા છે. બાર કેસ નોંધાતા આરોગ્ય શાખા હરકતમાં આવી છે.

કુલ ત્રણ દિવસમાં રર કેસ નોંધાયા છે. લોકોની લાપરવાહીથી કેસ વધી રહ્યા છે. તંત્ર દ્વારા માસ્ક પહેરો ભીડ ભાડ વાળી જગ્યાએ જવાનું ટાળો અને સેનિટાઇઝરથી હાથ વારંવાર સાફ કરોની અપીલ કરવામાં આવી રહી છે.

(12:58 pm IST)