Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

જુનાગઢમાં પિસ્તોલ અને તમંચા સાથે ૪ શખ્સોની ધરપકડ

ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી-શસ્ત્ર સોદાગરની શોધખોળ

જુનાગઢ તા. ર૪ :.. જુનાગઢમાં ક્રાઇમ બ્રાંચે પિસ્તોલ અને તમંચા સાથે ૪ શખ્સોની ધરપકડ કરતા સનસની મચી ગઇ હતી.

જુનાગઢ શહેર અને જિલ્લામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને પરવાળા વગરનાં હથિયારો પકડવા ડી. આઇ. જી. મન્નીદર પ્રતાપસિંહ પવાર અને એસ.પી. રવિતેજા વાસમશેટીની સુચનાથી ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

એલસીબીના ઇન્ચાર્જ પી. આઇ. એચ. ભાટીનાં તેમજ પી. એસ. આઇ. ગોહીલ તથા લડવાનાં માર્ગદર્શન હેઠળ સાંજે ક્રાઇમ બ્રાંચના દિપકભાઇ લડવા, ભરતભાઇ ઓડેદરા તથા દિવ્યેશ ડાભી વગેરેએ જુનાગઢમાં પ્રદીપ સિનેમા પાછળ આવેલ સદગુરૂ માર્બલ કારાખાના પાસેથી મુકેશ ઉર્ફે મુન્નો ઉર્ફે બાલો અશોક ઉર્ફે હસાભાઇ સોલંકી (રે. પંચેશ્વર) અને પ્રકાશ વિનોદ ડાભી (રે. મધુરમ - મંગલધામ-૧) ને રૂ. રપ હજારની પિસ્તોલ સાથે પકડી પાડયો હતો.

તેમજ ક્રાઇમ બ્રાંચનાં ભરત  ઓડેદરા તથા દિપક લડવા સહિતનાં કાફલાએ રાત્રે કફર્યુ દરમ્યાન જુનાગઢમાં દાતાર રોડ સ્થિત આર્યસમાજ પાછળથી મનોજ બાવજી સોલંકી અને અનિલ રમેશ રવૈયા (રે. મધુરમ-સનરાઇઝ એપાર્ટમેન્ટ જુનાગઢ) ને રૂ. રપ હજારની કિંમતનો તમંચા સાથે દબોચી લીધા હતાં.

પ્રાથમિક પુછપરછમાં તમંચા સાથે પકડાયેલ મનોજ બાવજી અને અનીલ રવૈયાએ ભેસાણનાં ગળથ ગામનો ઉમેદ જીલુભાઇ બસીયા પાસેથી તમંચો મેળવ્યો હોવાનું ખુલ્યું હતું.

ક્રાઇમ બ્રાંચે પાંચેય શખ્સો સામે એ. ડીવીઝન પોલીસ મથકમાં હથિયાર ધારા હેઠળ ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:45 pm IST)