Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

શાપર-વેરાવળમાં ઓકિસજનના બાટલા લેવા લાંબી કતારો

શાપર વેરાવળ : કોરોના દિવસેને દિવસે ભયંકર સ્વરૂપ લય રહ્યો છે.અને તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું હોય છે દર્દીઓને બેડ નથી મળતા અને ઓકિસજન પણ નથી મળતા ત્યારે કોરોનાના દર્દીઓને ઓકિસજન આપવા માટે બોટલો રીફીલ કરવા રાજકોટ જીલ્લામાંથી શાપર-વેરાવળમાં લાબું થવું પડે છે. જેમાં શાપર-વેરાવળના ઓકિસજનના કારખાનામાં ગોડાઉનોમાં લાંબી કતારો જોવા મળી હતી જેમાં લોકો સવારથી મોડી સાંજ સુધી રાહ જોતા હોય છે અને શાપર વેરાવળમાં ઓકસીજનના બાટલાઓ ભરવા બહારથી આવેલા લોકોને પાણી કે જમવાનું પણ મળતું નથી સાથે લાંબી કતારો દરરોજ લોકોની જોવા મળે છે જેમાં ગુજરાતમાં ઓકિસજન બોટલની અછત સર્જાતા લોકોને ભારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. (તસ્વીર-અહેવાલ :કમલેશ વસાણી -શાપર વેરાવળ)

(12:49 pm IST)