Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ઉના-દેલવાડામાં હનુમાન જયંતી

ઉનાઃ ચિરંજીવી અને રામભકત અંજની પુત્ર મહાવીર હનુમાન મહારાજનો જન્‍મ મહોત્‍સવ ઉનાના સુર્યમુખી હનુમાન મંદિર, તપોવન આશ્રમ ચાચકવડના હનુમાન મંદિર, વાજડી હનુમાન મંદિર, દેલવાડામાં બાલા હનુમાન મંદિર રોકડીયા હનુમાન મંદિર, તળાવ કાંઠે મોટા હનુમાન મંદિર વિગેરે મંદિરોમાં ફુલ પુજા, અભિષેક પુજન ૧૧ કુંડી મારૂતિ યજ્ઞ, સત્‍ય નારાયણની કથા, બટુકભોજન, મહાપ્રસાદ અને હનુમાન ચાલીસાના પાઠ, સુંદર કાંડના પાઠ, દેલવાડામાં બાલા હનુમાન મંદિરથી સવારે શોભાયાત્રા ગામમાં ફરી મંદિરે પૂર્ણ થઇ હતી. જેમાં હજારો ભકતોએ હાજરી આપી ભકિતભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જયંતી ઉજવણીની તસ્‍વીરો. (તસ્‍વીરઃ નવીન જોષી-ઉના)

(10:04 am IST)