Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

દાહોદ-જામનગર બસ ખાડામાં ઉતરી ગઇ !

 વઢવાણઃ  વિરમગામ હાઇવે પર જખવાડા ગામ પાસે ઝાલોદ તરફથી આવતી દાહોદ-જામનગર એસટી બસ નંબર GJ-18-Z-8530ના ડ્રાઇવરને અચાનક ચક્કર આવતા સાઈડમાં ઊભી રાખવા જતા એસ ટી બસ ખાડામાં ઉતરી ગઈ હતી અને દીવાલ સાથે અથડાઈ હતી. આ બસના ડ્રાઇવર અને એક મુસાફરને સામાન્‍ય ઇજાઓ થતાં તાત્‍કાલિક ૧૦૮ એ મ્‍બ્‍યુલન્‍સ દ્વારા વિરમગામ ગાંધી હોસ્‍પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યાં હતા.આ એસટી બસમાં ૪૧ કુલ મુસાફરો સવાર હતા, જેમાંથી ૪૦ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. એસટી બસને ભારે નુકસાન પહોંચ્‍યું હતું.

(10:32 am IST)