Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

કેશોદમાં સવા લાખના દારૂ સાથે ઝડપાયો

જુનાગઢ તા. ર૪ :.. કેશોદ ટાઉન વિસ્‍તારમાં જોલી પાર્કની બાજુમાં શીવ શકિતનગર સોસાયટીમાં રહેતો મેરગભાઇ દેવશીભાઇ કડછા એ તેઓના રહેણાંક મકાને ઇંગ્‍લીશ પીવાનો દારૂ રાખેલ છે. અને હાલ વેચાણ ચાલુ છે જે આધારે રેઇડ કરતા  મકાનના હોલમાં આવેલ બાથરૂમમાં ઇગ્‍લીશ પીવાના દારૂની અલગ અલગ બ્રાન્‍ડની બોટલ નં. ર૮૮ કિ. રૂા. ૧,ર૭,૩ર૦ તથા મો. ફોન કિ. રૂા. ૩૦૦૦ મળી કુલ કિ. રૂા. ૧,૩૦,૩ર૦ ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી રજૂ કરેલ છે. પોલીસ ઇ. એ. બી. ગોહીલ તથા પો. સ. ઇ. એસ. કે. મહેતા તથા એ. એસ. આઇ. વી. એમ. કોડીયાતર તથા પો. હેડ કો. રણજીતભાઇ મેરામભાઇ ડાંગર તથા પો. કો. પ્રતાપસિંહ હરસુરભાઇ કેશોદ તથા પો. કો. રવિભાઇ જગદીશભાઇ ધોળકીયા તથા પો. કો. કરણભાઇ હમીરભાઇ ભાટીયા તથા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે

(1:34 pm IST)