Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં આજથી મહિલા સન્માન બચત પત્ર કેમ્પનો પ્રારંભ

કેમ્પમાં ખોલવામાં આવેલ ખાતામાં ઉચ્ચતમ વ્યાજની ચુકવણી કરવામાં આવશે. .

મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે આજથી મહિલા સન્માન બચત પત્રના કેમ્પનો પ્રારંભ થયો છે. આ કેમ્પ ૨૩,૨૪,૨૫ મે એમ ત્રણ દિવસ સુધી રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં ખોલવામાં આવેલ ખાતામાં ઉચ્ચતમ વ્યાજની ચુકવણી કરવામાં આવશે. આ કેમ્પનો મોરબી વિસ્તારમાં રહેતા મહિલા લાભાર્થીઓએ વધુમાં વધુ લેવા મોરબી મુખ્ય ડાકઘરના પોસ્ટમાસ્તર પરાગ વસંત અને પીઆરઆઈ(પી) જે. આર. રાવલે જણાવ્યું છે.

 

(9:50 pm IST)