Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

પોરબંદરમાં એક અઠવાડિયામાં ચોથી હત્યા : ખીજડી પ્લોટમાં છરીના ઘા ઝીકી ગઢવી યુવાનની કરપીણ હત્યા :પત્નીને ઇજા

બાઈક પર જતા ગઢવી દંપતી પર બે મુસ્લિમ યુવાનોએ હુમલો કર્યો :એક હુમલાખોર હાથવેંતમાં : પ્રેમ પ્રકરણમાં હુમલો કર્યો હોવાની ચર્ચા

પોરબંદર : પોરબંદરમાં આજે રાત્રે વધુ એક હત્યા થઇ છે, છેલ્લા એક અઠવાડિયામાં આ ચોથી હત્યા થતા ખળભળાટ મચી જવા પામ્યો છે,

 આ અંગે મળતી વિગત મુજબ ખીજડી પ્લોટમાં બાઈક પર ગઢવી દંપતી જઈ રહ્યાં હતા, ત્યારે બે મુસ્લિમ યુવાનોએ જીવલેણ હુમલો કર્યો હતો, આ હુમલામાં ભાયાભાઇ રામાભાઇ ગઢવી નું છરીના ઘા ઝીકી હત્યા થઇ છે જયારે તેમના પત્ની નીતાબેનને હાથમાં ઇજા પહોંચી છે

 નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા આ દંપતી પર જીવલેણ હુમલામાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે દરમિયાન મળતી વિગત મુજબ બે પૈકી એક હુમલાખોર પોલીસના હાથવેંતમાં છે

 

ભાયાભાઇ રામભાઈ ગઢવી , ઉ,વ,35 ,, પત્ની નીતાબેન ભયભાઈ નરસંગ ટેકરી

 

(11:14 pm IST)