Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ચોટીલા ગામે સાસરે રહેલ પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓ મારમારી ત્રાસ આપતા હતા.

મોરબીની પરિણીતાને ચોટીલા ખાતે રહેતા સાસરિયાઓએ ત્રાસ ગુજર્યાના ઘટના સામે આવી છે. જેમાં પતિ દારૂ ઢીંચીને મારમારતો હતો તો સાસુ ભુવા પાસે લઇ જતાં હતા. આ મુદે મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે.

મોરબીના મચ્છુનગર ગામની વતની અને ચોટીલાના લાખણકા ગામે સાસરે રહેતી સેજલબેન નંદલાલભાઈ સોલંકીએ ચોટીલાના લાખણકા ગામ ખાતે રહેતા તેના પતિ નંદલાલભાઇ મંગાભાઇ સોલંકી, સસરા મંગાભાઇ સોલંકી અને સાસુ રૂપાબેન મંગાભાઇ સોલંકી વિરુદ્ધ મોરબી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન નંદલાલ સોલંકી સાથે ગત તારીખ ૨૩/૨/૨૦૨૦ ના રોજ થયા હતા અને તેમણે સંતાનમાં એક વર્ષનો પુત્ર છે.
લગ્નબાદ પરિણીતાને થોડો સમય સારી રીતે રાખેલ ત્યારબાદ ઘરકામ બાબતે અવાર નવાર મારકુટ કરતા અને શારીરીક માનસીક દુખ ત્રાસ આપતા અને તેમના પતિ આર્મીમાં નોકરી કરે છે. અને હાલ તેની બદલી રાજસ્થાનથી પશ્ચિમ બંગાળના પાનાગઢમાં થઈ હતી. અને એક મહીનાની રજા ઉપર લાખણકા ગામે આવેલ હતા. એ વખતે તેમના સાસુ-રૂપાબેન રસોઇ બનાવવા બાબતે પરિણીતા સાથે ઝગડો કરતા અને ‘તારા ઉપર તાંત્રીક વીધી કરેલ છે’. તેમ કહી કરાડી ગામે ભુવા પાસે લઇ ગયા હતા.
પરિણીતાએ અંધ શ્રધ્ધાનો વિરોધ કરતા તેના સાસુએ ઝગડો કરેલ અને ગત તારીખ ૧૪/ ૦૪/૨૦૨૩ના રાત્રે આશરે નવેક વાગ્યે તેના પતિ દારુ પી ને ઘરે આવેલ અને પરિણીતા સાથે ઝગડો કરવા લાગેલ અને અપ શબ્દો ગાળો બોલેલ એ સમયે ત્રણેય આરોપીઑએ પરિણીતા સાથે ઝગડો કરી મારકુટ કરી હતી. જે બાદ તેમના પરિવારજનોને જાણ થતા તેઓ પરિણીતાને સાસરીયાના ત્રાસથી છોડાવીને લઈ ગયા હતા.જે મામલે મહિલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:21 pm IST)