Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ના MBA Sem-1 ના રિઝલ્ટમાં નવયુગ કોલેજના વિદ્યાર્થીનીઓનું શ્રેષ્ઠ રીઝલ્ટ.

મોરબી :GTU ના તાજેતરમાં જાહેર થયેલા MBA Sem-1 ના રિઝલ્ટમાં નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ રીઝલ્ટ પ્રાપ્ત કર્યુ છે. જેમાં જાનવી કોટેચા એ 9.57 SPI સાથે GTU ના ઓવરઓલ રિઝલ્ટમાં ટોપ 10 માં તેમજ કોલેજમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફુલતરીયા વૈદેહી 9.43 SPI સાથે કોલેજમાં દ્વિતીય ક્રમાંકે તેમજ સેજપાલ દર્શિત 7.86 SPI સાથે તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે. આ સાથે નવયુગ કોલેજે શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવયુગ કોલેજમાં MBA કોર્ષની પ્રથમ બેચ 2022-23 થી શરૂ થયેલ છે. જેમાં પ્રથમ સેમેસ્ટરથી જ શ્રેષ્ઠ રીઝલ્ટ સાથે શુભ શરૂઆત થયેલ છે. નવયુગ કોલેજમાં મેનેજમેન્ટના વિષયને અનુભવી અધ્યાપકો જીવંત ઉદાહરણો અને પ્રેક્ટીક્લ માધ્યમથી સમજાવે છે, જેથી વિદ્યાર્થીઓ ધાર્યુ પરિણામ લાવી શકે છે.
આ સાથે મોરબીમાં એકમાત્ર કોલેજ કે જેમાં MBA થાય છે અને કોઈપણ વિધાશાખાના ગ્રેજ્યુએટ MBA Sem -1માં એડમિશન લઈ શકશે. જેની એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. જેમણે એડમિશન લેવાનું હોય તે કોલેજનો સંપર્ક કરીને મેનેજમેંટના ફિલ્ડમાં પોતાની ઉજ્જ્વળ કારકીર્દીનું નિર્માણ કરી શકે છે.
MBA સેમેસ્ટર 1 માં શ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સરએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

 

(11:24 pm IST)