Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

આંબરડી ગામમાં નર્મદાના નીરને વધાવતા આગેવાનો

રાજકોટ : જિલ્લાના ગોંડલ તાલુકાના આંબરડી ગામે સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ફોફળ નદી મારફત આવેલ હતા. આ નર્મદા નીરને રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજા અને ગામના સરપંચ આગેવાનોએ વધામણા કરેલ હતા. ગોંડલ તાલુકા ભાજપ ઉપપ્રમુખ આંબરડી ગામના યુવા આગેવાન મનોજ અકબરીએ નર્મદાના નીર આંબરડી ગામના આંગણે પહોંચતા ધારાસભ્‍ય જાડેજા અને તેમના પરિવાર તેમજ સહદેવસિંહ જાડેજાએ આભાર વ્‍યકત કર્યો હતો.

(10:01 am IST)