Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જુનાગઢ અને ગીર સોમનાથમાં યુવા ઉત્‍સવ-ઇન્‍ડિયા@ ૨૦૪૭ સ્‍પર્ધા યોજાશે

જૂનાગઢ,તા.૨૪ : યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અધિકારીની કચેરી, નેહરુ યુવા કેન્‍દ્રના સયુંક્‍ત ઉપક્રમે   જિલ્લાના કલાકારો માટે જિલ્લા ક્‍ક્ષાનો યુવા ઉત્‍સવ-ઇન્‍ડિયા@૨૦૪૭ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક/યુવતીઓ એ (૧) ચિત્ર સ્‍પર્ધા (૨) કાવ્‍ય લેખન સ્‍પર્ધા (૩) મોબઈલ ફોટોગ્રાફી સ્‍પર્ધા (૪) વકતવ્‍ય સ્‍પર્ધા (૫) સમૂહ સાસ્‍ક્રુતિક રાસ-ગરબા સ્‍પર્ધા (પ્રાચીન) સ્‍પર્ધામાંઓ માંથી કોઈ પણ એક સ્‍પર્ધામાં ભાગ લઈ શકશે. જુનાગઢ જિલ્લામાં અભ્‍યાસ કરતો હોવો જોઈંએ. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની સ્‍પર્ધાઓ જેતે ( એટલે કે જુનાગઢ જિલ્લાની સ્‍પર્ધા જુનાગઢ માંજ યોજાશે અને ગીરસોમનાથ જિલ્લાની સ્‍પર્ધા ગીરસોમનાથ જિલ્લા માંજ યોજવામાં આવે છે.

  જેમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક/યુવતીઓ આ સ્‍પર્ધમાં ભાગ લેવા માટે લાયક રહશે. તેમજ જિલ્લા ક્‍ક્ષાએ રોકડ પુરસ્‍કાર (૧) ચિત્ર સ્‍પર્ધા પ્રથમ-૧૦૦૦, દ્વિતીય-૭૫૦, તળતીય-૫૦૦, (૨) કાવ્‍ય લેખન  સ્‍પર્ધા -પ્રથમ-૧૦૦૦, દ્વિતીય-૭૫૦, તળતીય-૫૦૦, (૩) મોબઈલ ફોટોગ્રાફી સ્‍પર્ધા -પ્રથમ-૧૦૦૦, દ્વિતીય-૭૫૦, તળતીય-૫૦૦, (૪) વકતવ્‍ય સ્‍પર્ધા -પ્રથમ-૫૦૦૦, દ્વિતીય - ૨૦૦૦, તળતીય-૧૦૦૦,  (૫) સાંસ્‍ક્રુતિક સમૂહ રાસ-ગરબા (પ્રાચીન) સ્‍પર્ધા - પ્રથમ-૫૦૦૦, દ્વિતીય-૨૫૦૦, તળતીય-૧૨૫૦, રાસ ગરબા હરીફાઈ ટીમમાં રહેશે બીજી સ્‍પર્ધા વ્‍યક્‍તિગત રહેશે. દરેક સ્‍પર્ધકને -માણપત્ર આપવામાં આવશે.

 તેમજ વિજેતા સ્‍પર્ધકોને રાજ્‍ય ક્‍ક્ષા અને રાષ્‍ટ્રીય ક્‍ક્ષા સ્‍તરે ભાગ લેવાનો રહશે. તે ભાઈઓ-બહેનો રહેવા જમવાની વ્‍યવસ્‍થા અલગ અલગ કરવામાં આવે છે. તથા તેમને જવાનું ને પરત આવવાનું સ્‍પર્ધાના સ્‍થળેથી પ્રવાસ ખર્ચ મળશે.

  જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રહેણાંકનો પુરાવો રજુ કરવાનો (આધારકાર્ડ) રહશે સ્‍પર્ધામાં ભાગ લેવા ઈચ્‍છાતાઓએ કચેરીનો સંર્પક કરવો. જિલ્લા યુવા અધિકારીની કચેરી, નેહરૂ યુવા કેન્‍દ્ર, જુનાગઢ, કાદરી મંજીલ, લીમડા ચોક, જૂનીકલેકટર કચેરી પાસે,જવાહર રોડ, સ્‍પર્ધાનું ફોર્મ રૂબરૂ કચેરીએ આવીને ભરવાનું રહશે. તેની સાથે આધાર કાર્ડ ની જેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઈજનો ફોટો જોડવાનો રહશે. જહેર તા. ૨૯ને સોમવાર સુધી માં રજાના દિવસો સિવાય સવારના ૧૧  થી ૨  બપોર પછી ૩ થી ૫  સુધી તેમ   યાદીમાં કચેરી દ્વારા જણાવવામાં આવે છે.

(11:49 am IST)