Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

અમરેલીના પ્રોફેસરની ‘ધ ગુરૂ ચેલા મોબાઈલ અપ્‍લીકેશન'ને નેશનલ બાયોટેક એવોર્ડ

 બગસરા  : અમરેલીના ચિત્તલ રોડ ખાતે રહેતા અને હાલ ગાંધીનગરના પ્રોફેસરની  ‘ધ ગુરૂ ચેલા મોબાઈલ અપ્‍લીકેશન'ને નેશનલ બાયોટેક એવોર્ડ મળતા અમરેલી જિલ્લાનું નામ રોશન થયુ છે. ડો. ધર્મેશ એન. અધ્‍યારૂ જે હાલ ગાંધીનગર ખાતે -ોફેસર તરીકે સેવા બજાવે છે તેમણે વિદ્યાર્થીઓ માટે  ‘ધ ગુરૂ ચેલા મોબાઈલ અપ્‍લીકેશન' બનાવી હતી. આ એપ્‍લીકેશનના માધ્‍યમથી વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી શકે છે. આ  ‘ધ ગુરૂ ચેલા મોબાઈલ અપ્‍લીકેશન' ક્રિષ્‍ના વિશ્વ વિદ્યાપીઠ પુના અને માઈક્રો બાયોલોજી સોસાયટી-ભારત દ્વારા યોજાયેલ બાયોમેક ઈન ઈખન્‍ડયા વિષય અંતર્ગત યોજાયેલ નેશનલ કોન્‍ફરન્‍સમાંમાં દેશમાંથી પધારેલ તજજ્ઞોની હાજરીમાં ‘ ધ ગુરૂ ચેલા મોબાઈલ અપ્‍લીકેશન'બનાવી શિક્ષણને નવી દિશા ચીંધવામાં સિંહફાળો આપવા બદલ નેશનલ બાયોટેક એવોર્ડ એનાયત થતા અમરેલી શહેર અને જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. (તસ્‍વીર-અહેવાલ : સમીર વિરાણી બગસરા)

(11:37 am IST)