Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

આટકોટની જૂના પીપળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકનું સન્‍માન કરાયું

 આટકોટ : જસદણ તાલુકાના જુનાપીપળીયા ગામના સુરત વસતા લોકોનો સુરત શહેરમાં  ભવ્‍ય દ્વિતીય સ્‍નેહ મિલન સમારોહ ગોઠવવામાં આવ્‍યો.જેનું સમગ્ર આયોજન કોર કમિટી-સુરત દ્વારા કરવામાં આવ્‍યું હતું.ે જુનાપીપળીયા ગામની સરકારી પ્રા.શાળાનાં શિક્ષકોને પણ આમંત્રિત કરવામાં આવ્‍યા અને શાળાની પ્રગતિ, સિદ્ધિઓ અને વિશેષ  પ્રવળત્તિઓ બદલ શાળાના આચાર્યશ્રી શૈલેષભાઈ ફાસરા,ઈનોવેટીવ શિક્ષક આશિષભાઈ રામાણીને શાળા વતી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં. જે આજના યુગમાં શિક્ષણ જગતમાં પ્રેરણાદાયી  પ્રસંગ બની રહ્યો. આ તકે સુરતમાં વસતા જુનાપીપળીયા ગામના લોકોએ શાળાના ઉત્‍કર્ષ માટે,ભૌતિક વિકાસ માટે તેમજ તેજસ્‍વી વિદ્યાર્થીઓના સન્‍માન માટે યથાયોગ્‍ય સહાયક બની દાન આપી શાળા સાથેનો સંબંધ ટકાવી રાખ્‍યો છે,જે બદલ શાળા પરિવારે આ સમારોહના આયોજક એવા સુરત-કોર કમિટીના પ્રમુખ  દિનેશભાઈ કાનાણી અને મંત્રી શ્રી નંદલાલભાઈ વાસાણી અને તમામ સભ્‍યોનો આભાર માન્‍યો હતો.આ કાર્યક્રમનું એન્‍કરિંગ જીતેન્‍દ્ર ત્રાપસીયા અને યોગેશભાઈ પાનસુરીયા દ્વારા કરવામાં આવ્‍યું. તેમજ કોર કમિટીએ આ કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જ જહેમત ઉઠાવી હતી.  (તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(11:45 am IST)