Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

વડીયાના હનુમાન ખીજડીયાથી હડમતિયાનો રોડ રીફ્રેસિંગ કરવા જિલ્લા કિસાન કોંગેસના પ્રમુખ સત્‍યમ મકાણીની માંગ

વડિયા તા.૨૪ : અમરેલી જિલ્લાના છેવાડાનાતાલુકા મથક એવા વડીયાના છેવાડાના જૂનાગઢ સરહદ ના ગામ હનુમાન ખીજડીયા અને ખજૂરી હાડમતિયા ગામ વચ્‍ચેનો બંને જિલ્લાના ગામોને જોડતો રસ્‍તો હાલ અતિ બિસમાર હાલતમાં છે આ રસ્‍તો  વડિયા વિસ્‍તારના લોકો અને હનુમાનખીજડીયાના ગ્રામજનોને હિન્‍દુધર્મ ના આસ્‍થા સમાન પરબધામ તરફ જાય છે. તો ભેંસાણ સાથે વડીયાને જોડતો આ રસ્‍તો છે અનેક ખેડૂતો પોતાના ખેત ઉત્‍પાદનને ભેંસાણ યાર્ડમાં વેચવામાટે પણ જાયછે ત્‍યારે આ વિસ્‍તારના લોકપ્રતિનિધિ એવા અમરેલી જિલ્લા કિસાન કોંગ્રસના પ્રમુખ સત્‍યમ મકાણી દ્વારા અમરેલી માર્ગ અને મકાન વિભાગના  કાર્યપાલક ઈજનેરને  આ રસ્‍તાના રિફ્રેશિંગનો સાત વર્ષનો સમયગાળો પૂર્ણ થયો હોય હાલ રસ્‍તો અતિ બિસમાર હોય તેને રિફ્રેશિંગ કરવાની માંગણિ કરવામાં આવી છે. જો આ રસ્‍તા બાબતે તંત્ર જાગીને કામગીરી કરે તો અનેક લોકોને પડતી હાલાકી દુર થઈ શકે.

(11:35 am IST)