Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જસદણમાં તાત્‍કાલિક હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પુર્ણાહુતી

 જસદણ : નવા બસસ્‍ટેન્‍ડ પાછળ જયતાબાપુની જગ્‍યાની બાજુમાં બિરાજમાન શ્રી તાત્‍કાલિક હનુમાનજી મંદિરના સાનિધ્‍યમાં શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આ આયોજન જસદણના શ્રી તાત્‍કાલિક હનુમાનજી યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ શ્રીમદ્‌ ભાગવત કથામાં સૌરાષ્‍ટ્રના પ્રસિદ્ધ કથાકાર શાષાી ગીરીશભાઈ બી.ભટ્ટ વ્‍યાસપીઠ પર બિરાજી પોતાની આગવી આધ્‍યાત્‍મિક વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા હતા.  કથામાં આવતા પાવન પ્રસંગો  શ્રી વામન જન્‍મ, શ્રીરામ જન્‍મ અને  શ્રીકળષ્‍ણ જન્‍મ સહિતના ત્રિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી. જે તમામ પ્રસંગોની ઉજવણી વેળાએ મહિલાઓ અને ભક્‍તો ભક્‍તિમય બની ગયા હતા. આ કથામાં અતિથિવિશેષ તરીકે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, જસદણના રાજવી સત્‍યજીતકુમાર ખાચર, જસદણના પૂર્વ નગરપતિ ધીરૂભાઈ ભાયાણી, જસદણ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પી.વી.ભાઈ ભાયાણી, જસદણ જીઆઈડીસીના પ્રમુખ વિજયભાઈ રાઠોડ, જસદણના પૂર્વ નગરસેવક નરેશભાઈ ચોહલીયા, જસદણના ઉદ્યોગપતિ અને દાનવીર મહાવીરસિંહ વાળા, રૂડાભાઈ ભગત, સરદાર પટેલ સહભાગી જળસંચય નિગમના પૂર્વ ચેરમેન દેવશીભાઈ ટાઢાણી, જસદણ ચેમ્‍બર્સ ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા અને કથાનો લાભ લીધો હતો. આ તકે આનંદનગર યુવક મંડળ દ્વારા ત્રિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કર્યા બાદ કથાની પુર્ણાહુતીના દિવસે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો હજારો ભાવિકોએ લાભ લઈ ધન્‍યતા અનુભવી હતી.(તસ્‍વીર-અહેવાલ : નરેશ ચોહલીયા જસદણ)

(10:46 am IST)