Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ધ્રાંગધ્રાના નવા કુડામાં જુગાર રમતા ૪ શખ્‍સોની ધરપકડ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૪ : ધ્રાંગધ્રા તાલુકાના ગામડાઓમાં કાયદો અને વ્‍યવસ્‍થા ચુસ્‍ત રહે તેં હેતુથી તાલુકા પોલીસ જુદી જુદી ટિમો બનાવી સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્‍યારે રણ કાંઠાનાં ગામોમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્‍સ્‍ટેબલ મહાવીરસિંહ રાઠોડને ખાનગી રાહે મળેલ બાતમી આધારે હેડ કોન્‍સ્‍ટેબલ ડી,પી વાઘેલા તેમજ કોન્‍સ્‍ટેબલો મહાવીરસિંહ રાઠોડ અને સંજયભાઈ મુંધવા દ્વારા નવા કુડા ગામે રેડ કરતા જાહેરમાં તીન પતીના જુગાર રમતા ૪ આરોપીઓને પકડી પાડ્‍યા હતાં. પકડાયેલા આરોપી,લાલાભાઇ ભોપાભાઇ , જયેશભાઇ નારાયણભાઈ , વિક્રમભાઈ રાયાભાઈ તેમજ રમેશભાઈ લાભુભાઈ તમામ રહેવાસી કુડા ગામ વાળા પાસેથી રોકડા રૂપિયા ૧૨,૦૫૦ અને મોબાઈલ નંગ ૨ જેની કિંમત રૂપિયા ૧૦ હજાર સહીત કુલ રૂપિયા ૨૨,૦૫૦ નાં મુદ્દામાલ સહીત અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:46 am IST)