Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ભાવનગર પોસ્‍ટ ઓફિસના મહિલા અધિકારી દ્વારા રૂા. ૧.૧૫ લાખની ઉચાપત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૨૪ : ભાવનગર પોસ્‍ટ ઓફિસની મહિલા કર્મચારીએ ઈં ૧.૧૫ લાખની કરી ઉચાપત કરતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના સાતપડા બ્રાંચ પોસ્‍ટ ઓફિસ ખાતે આસિસ્‍ટન્‍ટ બ્રાંચ પોસ્‍ટ માસ્‍ટર તરીકે ફરજ બજાવતા કુ. વનીતાબેન મકવાણા ગત તા. ૧૩-૫-૨૦૧૯ થી ૧૫-૬-૨૦૨૦ દરમિયાન ડમરાળાના બ્રાન્‍ચ પોસ્‍ટ માસ્‍ટર તરીકે ફરજ સોંપવામાં આવી હતી તે દરમિયાન તેની બ્રાન્‍ચ ઓફિસમાં હાથ પરની રોકડ રૂા. ૧,૨૧,૫૫૩.૫૦ મુજબ હોવી જોઇએ પરંતુ ૧૦-૬-૨૦૨૧ના રોજ ઇન્‍સપેક્‍ટર ઓફ પોસ્‍ટ ઓફિસિસ, પાલિતાણા સબ ડિવીઝને ડમરાળા બ્રાંન્‍ચની રૂબરૂ મુલાકાતે આવતા વનીતાબેન પાસે હાથ પરની રોકડ તપાસણી માટે માંગી હતી તે વેળાએ તેની પાસે માત્ર રૂા. ૮,૯૦૦ જ મળી આવ્‍યા હતા.

આ બાબતે કુ. વનીતાબેનનું લેખીત નિવેદન પણ લેવાયું હતું. જેમાં મહિલા અધિકારીએ ૧,૧૨,૬૫૩.૫૦ અંગત ઉપયોગ હેતું માટે લિધા હોવાનું જણાવી સરકારી નાણા ઉચાપત કરી હોવાનું બહાર આવ્‍યું હતું. દિવ્‍યેશ દિલીપભાઇ વાઘેલાએ વનીતાબેન વિરુદ્ધ ગારિયાધારમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(10:49 am IST)