Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ભુપેન્‍દ્રભાઇ પટેલનો ખેડૂતો અને ઉદ્યોગપતીઓને રાહત આપતો મોટો નિર્ણય

જમીન માપણી વધારાના પ્રીમિયમ અંગે કેશુભાઈ પટેલની રજુઆતનો તત્‍ક્ષણ હકારાત્‍મક પડઘો

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૪ : થોડા સમય અગાઉ જ રાજ્‍ય સરકાર દ્વારા જમીનની વાસ્‍તવિક બજાર કિંમત અને સતાવાર જંત્રી વચ્‍ચેની વિસમતા ઘટાડવાના આશયથી ૧૫ એપ્રિલથી ગુજરાત રાજ્‍યમાં જંત્રી વધારાનો દર લાગુ કરવામાં આવ્‍યો હતો પરંતુ સાથો સાથ વહીવટી સરળતા તેમજ નાગરીકોના હિતાર્થે ૧૪ એ-લિ સુધી સ્‍ટેમ્‍પ ડ્‍યુટી ભરી દેનાર અરજદારોને આગામી ૩ માસ સુધી જુના દર મુજબ જ જંત્રી દરને અનુસરવાની રાજ્‍ય સરકારે માનવીય ઢબે છુટછાટ આપેલી છે.

 એજ રીતે માપણી વધારાના પ્રીમિયમ બાબતની પણ ૧૪ એપ્રિલ સુધીની ઘણી અરજીઓ સરકાર પાસે આવેલ હતી જે અનુસંધાને ૧૪/૪ સુધી આવેલા માપણી

વધારાની પ્રીમિયમ પાત્ર તમામ જમીનોના પ્રકરણોમાં પણ સરકારશ્રી એ જે તે અરજદારો પાસેથી જુની જંત્રીના દરે જ પ્રીમિયમ લેવાનો નિર્ણય કર્યો હતો જેથી પણ રાજ્‍યના નાગરિકોને મોટી રાહત પ્રાપ્ત થઈ હતી.

 પરંતુ કચ્‍છ જીલ્લા ભાજપ અધ્‍યક્ષ અને ભુજના ધારાસભ્‍ય કેશુભાઈ પટેલ દ્વારા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સમક્ષ માપણી વધારો નિયમિત કરવા વાળી અનેક જમીનોના પ્રકરણો અંગે રજૂઆત કરવામાં આવી હતી કે આ પ્રકારની તમામ અરજીઓ કે જે ૧૪ એપ્રિલ પહેલા નોંધાઈ છે તેમાં માપણી વધારાની ફી અંગે જુના ભાવ મુજબની જંત્રીની ગણતરી કરવામાં આવે અને શકય એટલી ત્‍વરાએ આ રજૂઆતોનો યોગ્‍ય નિકાલ કરવામાં આવે.

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે ે અત્‍યંત સકારાત્‍મક વલણ અપનાવીને ખુબ જ ટુંકા ગાળામાં નિર્ણય લઈને આજે જાહેરાત કરી છે કે માપણી વધારો નિયમિત કરવાની ૧૪/૪ પહેલા પ્રાપ્ત થયેલ તમામ અરજીઓ વાળી જમીનોની ફી સરકાર જુના જંત્રી દર મુજબ જ લેશે તેમજ આ તમામ જમીનોની અરજીઓમાં પણ ગતિશિલતા લાવવામાં આવશે.

 આ અંગે કેશુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે કચ્‍છ સૌથી મોટું ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો છે અને કચ્‍છમાં જ્‍યારે ખેડૂતો સહિત અનેક લોકોની માપણી વધારાને નિયમિત કરવાની ફાઈલ પેન્‍ડિંગ છે ત્‍યારે મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા આવો લોકાભિમુખ નિર્ણય સત્‍વરે લેવામાં આવતા રાજ્‍યના અનેક લોકોને ખૂબ મોટી રાહત મળી છે. આ નિર્ણય થકી નહીં માત્ર કચ્‍છના પરંતુ રાજ્‍યભરના ૧૪ એપ્રિલ ૨૦૨૩ પહેલાના સમસ્‍ત પેન્‍ડિંગ પ્રકરણોમાં આ છુટછાટનો લાભ મળશે જે ખુબ મોટી બાબત છે જેથી આવા ઉમદા નિર્ણય બદલ ભુજ મતવિસ્‍તાર સહિત સમગ્ર કચ્‍છ જીલ્લા ભાજપ પરિવાર મુખ્‍યમંત્રી પ્રત્‍યે આભાર સહ કળતજ્ઞતાની લાગણી વ્‍યક્‍ત કરે છે.

(11:25 am IST)