Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ચોટીલામાં પુત્રીની ડિલીવરી કરાવવા રાજકોટથી આવેલ સાસુને જમાઇએ પાઇપથી ઝૂડી નાખ્‍યા

વઢવાણ,તા.૨૪ : ચોટીલામાં મફતિયાપરા વિસ્‍તારમાં વધુ એક મારામારીનો બનાવ સામે આવ્‍યો છે જમાઈ દ્વારા જ સાસુ ઉપર હુમલો કરવામાં આવ્‍યો છે. રાજકોટમાં રહેતા લાભુબેન પોતાની દીકરીની ડિલિવરી કરાવવા માટે ચોટીલા આવ્‍યા હતા દીકરીને પેટમાં દુખતું હોવાના કારણે ચોટીલા સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી રાધિકાબેન નામની દીકરીને દાખલ કરવામાં આવ્‍યા બાદ રાધિકાબેન ના મમ્‍મી રાજકોટ થી ડીલેવરી કરાવવા ચોટીલા આવ્‍યા હતા.

 તે દરમિયાન તેમના જમાઈ ગની ભાઈ દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્‍યો છે ત્‍યારે સરકારી હોસ્‍પિટલમાં જે સમયે દાખલ દીકરીને કરી હતી તે દરમિયાન સરકારી હોસ્‍પિટલના મહિલા વિભાગમાં અવારનવાર આ ગની ભાઈ દારૂ પી અને દંગલ કરતા હોય તેવું પણ હાલમાં રાધિકાબેન દ્વારા જણાવવામાં આવ્‍યું છે આ મામલે ગત સાંજના સમયે પોતાના સાસુ ઉપર જ હુમલો કર્યો છે.

 જમાઈએ સૌપપ્રથમ ફરીથી હુમલો કરવા સાસુ પાછળ મફતીયા પરા વિસ્‍તારમાં દોડિયો હતો પરંતુ આજુબાજુના લોકો દ્વારા તેની પાસે રહેલી છરી લઈ લેવામાં આવી હતી ત્‍યારબાદ ઘરમાં પડેલો લોખંડના પાઇપ વડે સાસુ ઉપર હુમલો કરવામાં આવ્‍યો છે ઇજાગ્રસ્‍ત સાસુ લાભુબેનને સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્‍યા છે જોકે આ બનાવને લઈને ચકચાર મચી છે જાહેરમાં હથિયારબંધીના લીરા ઊડયા છે. જોકે આ મામલે પોલીસે   તપાસ કામગીરી હાથ ધરી છે.

(11:26 am IST)