Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

અડવાણાના પરિણિત માસી-ભાણેજ વચ્‍ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ ઝેર પી લીધુઃ પ્રેમિકાનું મોત

જામખંભાળિયા તા.ર૪ : હર્ષદ નજીક થોડા સમય પૂર્વે હાલ પોરબંદર તાલુકાના અડવાણા ગામે રહેતા અજયભાઇ જેઠાભાઇ વાઘેલાના પત્‍ની જોસનાબેન (ઉ.રપ) એ ઝેરી દવા પી લેતા જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. ૧૩ મે ના મૃત્‍યુ નીપજયું હતું.

આ બનાવની નોંધ કરવાતા મૃતકના પતિ અજયભાઇ વાઘેલા (રહે. અડવાણા) એ કલ્‍યાણપુર પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ મૃતક જોસનાબેન તથા ભોગ બનનાર સાહેદ રમેશભાઇ દેવાભાઇ વાઘેલા જેઓ બંને માસી-ભાણેજ થતા હોય, બંને વચ્‍ચે મનમેળ થતા પ્રેમ સંબંધ બંધાયો હતો. અને તેઓ બંને ઘરેથી ભાગી ગયા હતા.

આ યુવતી જોસનાબેન તથા રમેશભાઇ પરિણીત હોય, જેથી તેઓને મનમાં વિચારો આવતા હોય કે આ તેઓથી ખોટુ પગલું ભરાઇ ગયું છેજેથી તે બંનેને મનમાં લાગી આવતા બંનેએ પોત-પોતાના મેળે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેઓને હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા જયા સારવાર દરમિયાન જોસનાબેનનું મૃત્‍યુ નીપજયું હતું.

આ પ્રકરણ અંગે કલ્‍યાણપુર પોલીસે ધોરણસર નોંધ કરી, ડીવાયએસ.પીના વડપણ હેઠળ આગળની કાર્યવાહી પી.એસ. આઇ. કે.એમ.જાડેજા દ્વારા કરવામાં આવી છે.

ભાણવડમાં જમીન લખાવી અને વ્‍યાજ વસુલ કરતા પિતા-પુત્ર સામે ફરીયાદ

ભાણવડ તાલુકાના સઇ દેવળીયા ગામે  રહેતા જીવનભાઇ લખમણભાઇ સોલંકી નામના પર વર્ષના સગર આધેડ તેમજ તેમના ઘરના સભ્‍યોને માર મારવાની તથા હેરાન પરેશાન કરવાની ધમકી આપી તેમની માલિકીની ખેતીની જમીન આ જ ગામના મગન બેચરભાઇ શિરા તથા તેના પુત્ર પરેશે પોતાની પાસે ગીરવે રખાવી અને આ જમીનનો  વેચાણ દસ્‍તાવેજ કરાવી લઇ અને તે પેટે ફરીયાદી જીવનભાઇ સોલંકીને રૂપિયા ૧૧ લાખ ર૦ હજાર વ્‍યાજે આપવામાં આવ્‍યા હતાં.

આ પછી પિતા-પુત્ર દ્વારા ફરીયાદી જીવનભાઇ પાસે અવાર નવાર વ્‍યાજના નાણાંની ઉઘરાણી કરી, તેમની માલિકીની જમીન પોતાના નામે કરાવીને અન્‍યને વહેંચી નાખી, તેમની પાસે મુળ રકમ તેમજ વ્‍યાજ સહિત રૂા. ર૮ લાખ વસૂલ કરવા સબબ ભાણવડ પોલીસ મથકમાં  જીવનભાઇ સોલંકીની ફરીયાદ પરથી પરેશભાઇ તથા તેના પિતા મગનભાઇ બેચરભાઇ સામે ગુનો નોંધવામાં આવ્‍યો છે.

આ પ્રકરણમાં આગળની તપાસ ભાણવડના પીએસઆઇ પી. ડી. વાંદા ચલાવી રહ્યા છે.

(11:28 am IST)