Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

પોરબંદર જીલ્લામાં ૩૧ જુલાઇ સુધી માછીમારોને દરીયામાં ફીશીંગ ઉપર પ્રતિબંધનું જાહેરનામું

પોરબંદર, તા., ૨૪: જીલ્લામાં તા.૧ જુન થી તા.૩૧ જુલાઇ સુધી માછીમારો માટે ફીશીંગ ઉપર પ્રતિબંધીત પુરતુ જાહેરનામુ પ્રસિધ્‍ધ કરાયું છે.

પોરબંદર જીલ્લાના તમામ માછીમારો, માછીમાર બોટ એસોસીએશન તથા આગેવાનોને જણાવવામાં આવે છે કે ગુજરાત રાજયના કૃષિ, ખેડુત કલ્‍યાણ અને સહકાર વિભાગના વિસ્‍તારમાં તા.૧-૬-ર૦ર૩ થી તા.૩૧-૭-ર૦ર૩ બંને દિવસોનો સમાવેશ કરતા ૬૧ દિવસના સમયગાળામાં ફિશીંગ બાન જાહેર કરવામાં આવેલ છે. જે ધ્‍યાને લઇ પોરબંદર જીલ્લામાં તારીખ ૧-૬-ર૦ર૩ થી તારીખ ૩૧-૭-ર૦ર૩ સુધી યાંત્રીક બોટો દ્વારા આંતરદેશીય તથા પ્રાદેશીક જળ વિસ્‍તારમાં થતી માછીમારી પર આથી પ્રતિબંધ મુકવામાં આવે છે.

આ આધારીત પત્ર-ર થી ફિશીંગ બાન સમયગાળામાં ફેરફાર જાહેર કરવામાં આવેલ છે.

ભારત સરકારશ્રીના મત્‍સ્‍યોદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા આધારીત પત્ર-૩ થી તેમજ વડી કચેરી ગાંધીનગરના આધારીત પત્ર-૪ થી પ્રાદેશીક જળવિસ્‍તારની બહાર ઇન્‍ડીયન એકસ્‍લુઝીવ  ઇકોનોમીક ઝોનમાં પヘમિ દરીયાઇ કાંઠાના આંતરદેશીય તથા પ્રાદેશીક જળ પ્રતિબંધમાંથી નોન મોટરાઇઝડ ક્રાફટ (લાકડાની બીન યાત્રીક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડીયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે. આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત મત્‍સ્‍યોદ્યોગ કાયદો ર૦૦૩ની કલમ ૬/૧ (ટ)ના ભંગ બદલ કલમ ર૧/૧ (ચ) મુજબ દંડને પાત્ર થશે તેમ જાહેરનામામાં જણાવ્‍યું છે.

(11:39 am IST)