Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

પોરબંદરમાં સોલો ડાન્‍સ કોમ્‍પીટીશન

પોરબંદર, તા., ૨૪ : પાયોનીયર કલબ લેડીઝ વીગ્‍સ પાયોનીયર કલબ અને સાગર પુત્ર સમન્‍વય દ્વારા તા.ર૮ રવિવારના રોજ ઓપન પોરબંદર સોલો ડાન્‍સ કોમ્‍પીટીશનનું આયોજન કરવામાં આવેલ છે.

આ સોલો ડાન્‍સ કોમપીટીશનના નિયમોમાં ગૃપ એ ૩ થી ૧૦ વર્ષ ગ્રુપ બી ૧૦ થી ર૦ વર્ષ સુધીના ભાગ લઇ શકશે. સોલો ડાન્‍સ ફી ૧૦૦ રાખેલ છે.

સોંગ પેન ડ્રાઇવમાં લઇને આવવાનું રહેશે. સોંગ નો ટાઇમ ૩ મીનીટ ફોર્મ પહેલા જમા કરાવી દેવા અને નિર્ણાયકનો નિર્ણય આખરી રહેશે અને ટોપ ૩ નંબર આપવામાં આવશે.

આ કોમ્‍પીટીશનમાં માત્ર વહેલા તે પહેલાના ધોરણે મર્યાદીત એન્‍ટ્રી સ્‍વીકારવાની છે સાથે લેડીઝ માટે શરબત  એન્‍ડ ઠંડાઇના કોમ્‍પીટીશન રાખેલ છે. જેની એન્‍ટ્રી ફી પ૦ છે. આઇટમ ઘરેથી બનાવીને લઇ આવવાની તથા રેસીપી સાથે લખીને લાવવાની રહેશે.

કોમ્‍પીટીશન ફોર્મ મેળવવાનું તથા જમા કરાવવાનું પટેલ ઇલેકટ્રીક સ્‍ટોર્સ જલારામ મંદિરની સામે ન્‍યુ એસટી રોડ પોરબંદર, ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ રપ છે.

કોમ્‍પીટીશન રત્‍ન સાગર હોલ ખાતે તા.ર૮ મીએ રવિવારે સવારે ૧૦.૩૦ વાગ્‍યે યોજાશે. વધુ વિગતો માટે હેતલબેન સાણથરા મો.નં. ૯૮ર૪૭ ૧ર૭૦૬ અને દીપાબેન ચાવડા મો.નં. ૯૪ર૯ર ૧પ૯રપનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

(11:40 am IST)