Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જસદણને ત્રણ મીની બસના લોકાર્પણ થયા

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણઃ બસ સ્‍ટેશનમાં ત્રણ મીની બસના લોકાર્પણ કાર્યક્રમમાં બે બસ રાજકોટ રૂટ માટે જેમાં ૭ વાગ્‍યે રાજકોટ અને ૭-૩૦ વાગ્‍યે રાજકોટ અને એક બસ ગોંડલ રૂટ માટે મૂકવામાં આવેલ. આ ત્રણેય બસ અશોક લેલેન્‍ડ કંપની દ્વારા બનાવવામાં આવેલ છે. આ લોકાર્પણમાં ઓમ શાંતિ પરિવારના બહેનો તેમજ સામાજિક કાર્યકરો તથા જસદણ ડેપો મેનેજર ડીએમને ત્રણેય યુનિયન આગેવાનો સહિત ડ્‍ર્રાઇવર કંડકટર હાજરી આપેલ. કાર્યકર વિજયભાઇ રાઠોડ તેમજ ઓમ શાંતિ પરિવારના બહેનોએ લીલી ઝંડી આપી અને શ્રીફળ પ્રસાદ કરી બસને વેગ અપાવ્‍યો હતો. જસદણ બસ સ્‍ટેશન કર્મચારી મંડળ દિલીપભાઇ ગીડાએ પેંડા ખવડાવી તમામ લોકોને મીઠું મોઢું કરવામાં આવેલ. ર×ર નું સારૂં સિટિંગ, ફાયર સેફટી, એક્ષિટ ડોર, ફૂલ નાઇટ લાઇટ તેમજ સાઇઝ મીરર સાથે જોરદાર બસ બનાવવામાં આવી છે. લોકાર્પણમાં ડેપો મેનેજર પી.યું મીરે લોકાર્પણ પણ માટે હાજર રહેનાર ઓમ શાંતિ પરિવાર, સામાજિક કાર્યકરોનો આભાર વ્‍યકત કર્યો હતો.

(11:46 am IST)