Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

પડધરીના મર્ડરના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીપકડાયોઃ પત્‍નીને પતાવી દઇ દાટી દિધી'તી

પત્‍નીને અન્‍ય સાથે સંબંધ હોવાની શંકાએ દિનેશ ભાભોર હત્‍યા કરી નાસી છુટયો'તો

તસ્‍વીરમાં વચ્‍ચે પકડાયેલ શખ્‍સ અને પડધરી પોલીસનો કાફલો નજરે પડે છે

રાજકોટ તા. ર૪:  પડધરીના રાદડ ગામે મહિલાના મર્ડર કેસમાં વોન્‍ટેડ આરોપીને પડધરી પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા ગંભીર પ્રકારના ગુન્‍હાના નાસતા-ફરતા આરોપી પકડવા સુચના આપેલ જે અનુસંધાને પડધરીના પો. સબ ઇન્‍સ. એમ. એચ. યાદવ તથા સ્‍ટાફના માણસો નાસતા-ફરતા આરોપીને શોધવા તજવીજ કરેલ તે દરમ્‍યાન પો. સબ ઇન્‍સ. એમ. ડી. મકવાણા તથા પો. કોન્‍સ. યુવરાજસિંહ ચંદુભા ગોહીલને ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત આધારે પડધરી પોલીસ સ્‍ટેશનના ઇ.પી.કો. કલમ ૩૦ર, ર૦૧, જી.પી. એકટ ૧૩પ મુજબ ગુન્‍હામાં નાસતા-ફરતા આરોપી (૧) દિનેશ ઉર્ફે ભાવલા સૃ/ઓ જવલાભાઇ ભાભોર ઉ.વ. ર૭ રહે. ધામણદા ગામ તા. રામા કાલીદેવી પોલીસ સ્‍ટેશન જી. જાંબવા (મધ્‍ય પ્રદેશ) ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્‍યા મુજબ પકડાયેલ દિનેશ પોરબંદરની યુવતીને ભગાડી લાવી લગ્ન કર્યા હતા અને દસ મહિના પૂર્વે રાદડ ગામે પત્‍નીને અન્‍ય કોઇ સાથે સંબંધ હોવાની શંકાએ તેની હત્‍યા કરી લાશ દાટી નાસી છુટયો હતો. આ કાર્યવાહીમાં પડધરીના એ.એસ.આઇ. એમ. એફ. ચૌહાણ, પો. કો. યુવરાજસિંહ ગોહિલ, જીતેન્‍દ્રસિંહ જાડેજા, પો. કો. વશરામભાઇ તથા એલઆરડી ઉતમભાઇ જોડાયા હતા.

(11:49 am IST)