Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ભાવનગર શહેરમાં બે સ્‍થળે આગ લાગી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૪ : ભાવનગરમાં બે અલગ- અલગ સ્‍થળે આગની ઘટના બની હતી. જેમાં શહેરના હાઈકોર્ટ રોડ, ડબગરવાળી શેરમાં આવેલ ઓમ માર્કેટના મીટરોમાં આગ ભભૂકી ઉઠતા ફાયર સ્‍ટાફે દોડી જઈ ડીએસપી પાઉડરનો છંટકાવ કરી મીટરમાં લાગેલી આગને હોલવી નાંખી હતી.

બીજા બનાવમાં શહેરના ગાયત્રીનગર, સમર્પણ સોસાયટીમાં આવેલ મીરાબેન એમ. સોલંકીના બ્‍લોક નં.૭ના મકાનમાંᅠ વેસ્‍ટેજ કપડાં, જૂની ઘરવખરીમાં આગ લાગતા ફાયર સ્‍ટાફે અડધી ગાડી પાણી છાંટી આગ પર કાબૂ મેળવ્‍યો હતો. આગ લાગવાનું કારણ કે નુકશાની જાણવા મળી શકી ન હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્‍યું હતું.

 

(11:46 am IST)