Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે રક્‍તદાન-નેત્ર નિદાન કેમ્‍પ તથા હાડવૈદ કેમ્‍પ યોજાયો

 સૂત્રાપાડા : પ્રાચી તીર્થ ખાતે રક્‍તદાન શિબિર તથા  સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્‍પ તથા હાર્ડવૈદ નિદાન કેમ્‍પ   કોળી સમાજ ભવન ખાતે યોજાયો હતો. આ કેમ્‍પમાં આજુબાજુ વિસ્‍તારમાંથી બહોળી સંખ્‍યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્‍પના દાતા ગૌરવભાઈ મહેતા, પૂર્વીબેન મહેતા તથા મેરામણભાઈ વાજા કોળી સમાજ ટ્રસ્‍ટ પ્રમુખ પ્રાચી તથા દેવશીભાઈ સોલંકી નગરપાલિકા સદસ્‍ય સુત્રાપાડા તથા પાધેશ્વરી આશ્રમના મહંત ઉપવાસી કરસનદાસ બાપુ , લાઈફ લાઈન બ્‍લડ બેન્‍ક જૂનાગઢના ફારૂકભાઈ તથા તેમની ટીમ શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્‍પિટલના ડો.વિવેકભાઈ , અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિવારજનો  દ્વારા દિપ પ્રાગટય કરી  તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા પત્રકાર જાદવભાઇ ચુડાસમાએ કેમ્‍પને ઉદ્દબોધન કરીને આ કેમ્‍પને ખુલ્લો મુકવામાં આવેલ હતો. આ તકે  ગાયત્રી મહામંત્ર તથા  મહામળત્‍યુંજય મંત્રનો સામુહિક જાપ કરવામાં આવેલ. ગાયત્રી પરિવારના સંસ્‍થાપક વેદમુર્તિ તપોનિષ્‍ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવન સંદેશ આપેલ   તેમજ ગાયત્રી પરિવારના વૂક્ષગંગા અભિયાન અંતર્ગત દરેક લોકોને વળક્ષો વાવી અને એમનો જતન કરી પર્યાવરણ બચાવવા માટેનું આવાહન કરેલ . આ કેમ્‍પમાં આયોજક રંભુબેન ઉકાભાઇ ચુડાસમા, સેવા સમિતિ દ્વારા સહયોગ આપતા દાતા ગૌરવભાઈ તેમના પરિવારનુ ડો. રોહિતભાઈ પટેલ (પ્રાચી)ના હસ્‍તે તેઓનુ સન્‍માન કરાયુ હતુ તથા આ કેમ્‍પની સાથે મુક્‍તાનંદજી મહારાજના ૬૫ માં પ્રાગટય દિવસ નિમિત્તે રક્‍તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પ ના ડો. વિવેકસાહેબ એ કુલ ૧૩૫ દર્દીઓએ તપાસી જેમાં થી ૩૬ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયેલ હતા અને હાર્ડ વૈદ કેમ્‍પ ના ડો. રવિરાજ બેરડીયા ભાલકા તથા ડો. મિલનભાઈ ચોવટીયા પ્રાચી એ ૭૭ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી દાતા તરફ થી સૌના માટે ચા - પાણી તથા ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવેલ હતી. આ કેમ્‍પને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી ( બોસન ),  વજુભાઇ ગોહીલ (છગીયા), ડો.પાલાભાઇ ( વડનગર ), નાથાભાઇ સોલંકી ( થરેલી ), નારણભાઈ વાળા ( પાધરૂકા ), નરસિંહભાઈ વાઢેર (છગિયા), બિપીનભાઈ જાની (સુત્રાપાડા),  રોહિતભાઈ દરબાર (અમરાપુર), જુસાભાઈ વડાળા, દિવાળીબેન (પ્રાચી) તથા શાંતિબેન ગોરખ મઢી તથા  મુકેશભાઈ રાઠોડ બોસન તથા પત્રકાર જાદવભાઇ ચુડાસમા ( પ્રાચી )તથા સેવાભાવી ભાઇ બહેનો દ્વારા  જહેમત ઉઠાવીને આ કેમ્‍પને સફળ બનાવ્‍યો હતો. (તસ્‍વીર-અહેવાલ : રામસિંહ મોરી, સૂત્રાપાડા )

(11:47 am IST)